________________
૧૩૦.
---- તત્વાર્થાધિગમસૂત્ર ગુણવાળા હોવા છતાં તે ગૌણ પ્રકૃતિના હોય - જઘન્ય ગુણવાળા હોય તો સંયોગ-બંધ થતો નથી. વળી તે વિષમ ગુણ સમપ્રમાણ હોય તો પણ બંધ થતો નથી. એક અંશના ગુણની પ્રકૃતિ કરતાં બીજા અંશના ગુણની પ્રકૃતિ (બમણી ?) બે અંશ અધિક તરતમતાવાળી હોય ત્યારે જ બંધ થઈ શકે છે. આ બંધના કારણે બંને અંશોમાં પરિણમન થાય છે, એટલે આ બંધથી બનેલ સ્કંધના ગુણ તે પર અવલંબે છે. સમાન પ્રકૃતિના પણ વિરુદ્ધ ગુણવાળા અંશોની સમાન પ્રકૃતિમાં તરતમતા થાય છે ત્યારે તેમનો બંધ થાય છે. વિશેષ પ્રકૃતિવાળો અંશ ન્યૂન પ્રકૃતિવાળા અંશ પર અસર કરતો હોવાથી ધૂન પ્રકૃતિવાળા અંશના ગુણોમાં ફેર પડે છે. આજના વૈજ્ઞાનિક યુગમાં આ વસ્તુ સામાન્ય ગણાય; પરંતુ તે અત્યંત સૂચક છે. કેમ કે બે વસ્તુના ઘસારાથી તેમની રુક્ષ અને સ્નિગ્ધ સપાટીમાં જે સ્કૂર્તિ દેખાય છે તે ઊંડા અવલોકનનું પરિણામ છે. વા૦ ઉમાસ્વાતિનો આ ગ્રંથ ઈ. સ. પહેલાના પ્રથમ સૈકાનો છે.
ઉપરોક્ત વૈજ્ઞાનિકના ઉલ્લેખ બાબત એ સ્પષ્ટતા કરવાની રહે છે કે તે દિગંબર ટીકા ઉપરથી લખાયેલ છે. આપણે પરમાણુમાં જધન્યથી એક રસ, એક ગંધ અને એક વર્ષ ઉપરાંત એક સ્પર્શ કયી (સ્નિગ્ધ રુક્ષ) માનીએ છીએ અને ઉત્કૃષ્ટથી ચાર સ્પર્શ (સ્નિગ્ધ-સક્ષ-શત-ઉષ્ણ), એક યા પાંચ રસ એક યા બે ગંધ અને એક યા પાંચ વર્ષ માનીએ છીએ. પરમાણુ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્ય સમય છૂટો અને સ્વતંત્ર રહી શકે છે; પછી તે અવશ્યમેવ પ્રયોગ, સ્વભાવ આદિ નિમિત્તે સ્કંધમાં ભળે છે અને તે પ્રદેશ નામથી ઓળખાય છે. પરમાણુ બે પ્રકારના છે : (૧) સૂક્ષ્મ અને (૨) બાદર. અનંતાનંત સૂક્ષ્મ