________________
તત્વાર્થાધિગમસૂત્ર
૨૨૧
હીનતર યોગમાં પ્રવર્તે છે. હિંસા, અસત્ય, ચોરી અને વિષયસંરક્ષણ એ ચારની સતત ચિંતા એ ચાર પ્રકારના રૌદ્રધ્યાન છે. તે અવિરત અને દેશવિરત અર્થાત્ પહેલાં પાંચ ગુણસ્થાનમાં હોય છે. આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાન એ ચાર ધર્મધ્યાન છે. તે પ્રમત્ત સંયતથી ક્ષીણ મોહ અર્થાત્ સાતમાથી બારમા ગુણસ્થાન સુધી હોય છે. ધર્મધ્યાન કર્મપાશને છેદનાર છે. શુક્લ ધ્યાનના પહેલા બે ભેદ પૂર્વધરને અને છેલ્લા બે ભેદ કેવલીને હોય છે. ભાવાર્થ : આર્તધ્યાન પીડા યા દુ:ખમાંથી ઉદ્ભવે છે. દુઃખનાં ચાર કારણ છેઃ (૧) અનિષ્ટનો સંયોગ, (૨) ઈષ્ટનો વિયોગ, (૩) પ્રતિકૂળ વેદના અને (૪) ભોગની લાલસા. આ કારણે આર્ત્તધ્યાનના ચાર વિભાગ થાય છે. અનિષ્ટની પ્રાપ્તિથી વ્યાકુળ જીવ તે દૂર કરવા સતત ચિંતા કરે છે તે અનિષ્ટસંયોગ આર્તધ્યાન છે. ઈષ્ટના વિયોગે વ્યાકુળ જીવ જે ચિંતા કરે છે તે ઈષ્ટવિયોગ આર્ત્તધ્યાન છે. શારીરિક અને માનસિક વ્યાધિરૂપ આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર કરવા થતી સતત ચિંતા તે રોગચિંતા આર્તધ્યાન છે. ભોગની લાલસાના કારણે અપ્રાપ્ય વસ્તુ મેળવવા તીવ્ર સંકલ્પ કરવારૂપ નિદાન આર્તધ્યાન છે. આ આર્દ્રધ્યાન પહેલા છ ગુણ-સ્થાનમાં હોય છે; તેમાં પણ છઠ્ઠા ગુણસ્થાનમાં નિદાન આર્તધ્યાન હોતું નથી.
કઠોર જીવનું ધ્યાન તે ચૈદ્રધ્યાન છે, તે ચિત્તની કઠોરતામાંથી ઉદ્ભવે છે. હિંસા, અમૃત, ચોરી અને પ્રાપ્ત વિષયસંરક્ષણ આદિના કારણે રૌદ્રતા પરિણમે છે. ચાર પ્રકારની આ સતત ચિંતા તે અનુક્રમે (૧) હિંસાનુબંધી, (૨) અમૃતાનુબંધી, (૩) સ્તેયાનુબંધી અને (૪) વિષયસંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે. આ રૌદ્રધ્યાન પહેલા પાંચ ગુણસ્થાનમાં હોય છે.