________________
૨૨૨
તત્વાધિગમસૂત્ર (૧) ધાર્મિક વિષયમાં સર્વજ્ઞ વીતરાગની આજ્ઞાના ચિંતનમાં મનોયોગની પ્રવૃત્તિ તે આજ્ઞાવિચય ધર્મધ્યાન છે. (૨) દોષના સ્વરૂપ અને તેની નિવૃત્તિ અંગે મનોયોગની પ્રવૃત્તિ. તે અપાયરિચય ધર્મધ્યાન છે. (૩) અનુભવાતા કર્મવિપાકના કારણો શોધવાની મનોયોગની પ્રવૃત્તિ તે વિપાકવિય ધર્મધ્યાન છે અને (૪) લોકસ્વરૂપના ચિતનમાં મનોયોગની પ્રવૃત્તિ તે સંસ્થાનવિચય ધર્મધ્યાન છે. આ ધર્મધ્યાન સાતમાથી બારમા ગુણસ્થાન સુધી હોય છે. - શુક્લ ધ્યાનના પહેલા બે ભેદ અગિયારમા અને બારમા ગુણસ્થાને વર્તતા પૂર્વધરને હોય છે; મારૂદેવા માતા અને માપતુષ આદિ મુનિ પૂર્વધર ન હતા, તેમને જે ધ્યાનની શ્રેણિ હતી તે પણ શુક્લ ધ્યાનમાં ગણવી જોઈએ. આ બે શુક્લ ધ્યાનની પરાકાષ્ટા થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. યોગની દૃષ્ટિએ વિચારતાં ત્રણ યોગવાળાને પહેલું શુક્લ ધ્યાન, ત્રણ યોગમાંના ગમે તે એક યોગવાળાને બીજું શુક્લ ધ્યાન, માત્ર સૂક્ષ્મ કાયયોગવાળાને ત્રીજું શુક્લ ધ્યાન અને અયોગીને ચોથું શુક્લ ધ્યાન હોય છે.
બારમા ગુણસ્થાનના અંતે કેવળજ્ઞાન થાય છે અને તેરમા ગુણસ્થાનમાં કેવળજ્ઞાન હોય છે. આ વિહરમાન સર્વજ્ઞદશામાં ધ્યાનાન્સરિકા દશા ગણી ધ્યાન સ્વીકારવામાં આવતું નથી.
ધ્યાનની કાળમર્યાદા અંતમુહૂર્તની છે; કારણ કે છાસ્થની સ્થિતિ તેથી વધારે ટકવી મુશ્કેલ છે. સામાન્યતઃ ધ્યાનમાં દ્રવ્યના કોઈ પર્યાયનું અવલંબન હોય છે; કારણ કે દ્રવ્યનું ચિંતન પર્યાય વિના શક્ય નથી.