________________
૨૨૦
તત્વાર્થાધિગમસૂત્ર आज्ञाऽपायविपाकसंस्थानविचयायधर्ममप्रमत्तसंयतस्य ॥३७॥ उपशांतक्षीणकषाययोश्च ॥३८॥ शुक्ले चाद्ये पूर्वविदः ॥३९॥
પરે ફેવરિટ i૪૦ અનુવાદ : અમનોજ્ઞ વિષય મળતાં, તવિયોગે ચિંતના,
દુઃખ વેદન ભેદ થાતાં, તવિયોગે ભાવના; મનોવાંછિત વિષય મળતાં, રહે નિત્ય સ્થાનમાં, નિદાનનો છે ભેદ ચોથો, આર્તધ્યાને યોગમાં (૨૦) અવિરતિ ને દેશવિરતિ, સર્વ વિરતિ પ્રથમમાં, ધ્યાન આર્ત સંભવે છે, હીન હીનતર યોગમાં; હિંસા, અસત્ય, ચોરીમાંહિ, વિષયસંરક્ષણ તણા, ધ્યાન રૌદ્ર ચાર ભેદે, સુણજો તે એકમના. (૨૧). અવિરતિ ને વિરતિ દૃશે, રૌદ્ર સ્થાની સંભાવે, પ્રમત્ત સાધુ સર્વ વિરતિ, ધ્યાન રૌદ્ર ન લેખવે; આજ્ઞા અપાય વળી વિપાકે, વિષય સંસ્થાન જે કર્યા, ચાર ભેદો ધર્મ ધ્યાને, અપ્રમત્ત મુનિ વર્યા. (૨૨) ઉપશાંતમોહી ક્ષીણમોહી, ઉક્ત ધ્યાને રત સદા, કર્મપાશો છેદ કરતા, ધર્મધ્યાને રહી મુદા; પ્રથમ બીજા શુક્લ ભેદ, ધ્યાન પૂર્વધર ધરે, ચરમ શુક્લ ભેદ બેમાં, કેવળ જ્ઞાન જ લહે. (૨૩)
અર્થઃ અપ્રિય વસ્તુ દૂર કરવાની, ઈષ્ટ વસ્તુ મેળવવાની, રોગના અને અપ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિની તીવ્ર અભિલાષાના કારણે સતત ચિંતા એ ચાર પ્રકારનાં આર્તધ્યાન છે. તે અવિરત, દેશસંયત અને પ્રમત્તસંયત અર્થાત્ પહેલા છ ગુણસ્થાનમાં હીન