________________
૨૦
તત્વાર્થાધિગમસૂત્ર અને (૬) અનવસ્થિત. ઉત્પત્તિ ક્ષેત્ર ઉપરાંત અન્ય ક્ષેત્રમાં પણ જે અવધિજ્ઞાન કાયમ રહે તે અનુગામી અવધિજ્ઞાન છે. ઉત્પત્તિ ક્ષેત્રમાં મર્યાદિત અવધિજ્ઞાન તે અનનુગામી અવધિજ્ઞાન છે. ઉત્પત્તિ સમયની પરિણામ-વિશુદ્ધિ ક્રમશઃ વધતાં જે જ્ઞાન વિકસતું રહે તે વર્ધમાન અવધિજ્ઞાન છે. ઉત્પત્તિ સમયની પરિણામવિશુદ્ધિ ક્રમશઃ ઘટતાં જે જ્ઞાન ઘટતું રહે તે હીયમાન અવધિજ્ઞાન છે. જે અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મરતાં સુધી અથવા તે જન્મમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી અથવા જન્માંતરમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી કાયમ રહે તે અવસ્થિત અવધિજ્ઞાન છે. જે જ્ઞાન વારંવાર પ્રગટે અને વારંવાર અલોપ થાય તે અનવસ્થિત અવધિજ્ઞાન છે. सूत्र - ऋजुविपुलमती मनःपर्यायः ॥२४॥
विशुद्धयप्रतिपाताभ्याम् तद्विशेषः ॥२५॥ અનુવાદ ઃ ઋજુમતિ ને વિપુલમતિ મન:પર્યવ છે દ્વિધા, વિપુલમતિમાં શુદ્ધિ વધતી જાય નહિ પાછું કદા; શુદ્ધિ ઓછી ઋજુમતિમાં આવી ચાલ્યું જાય છે,
એમ બે વિશેષે ભેદ બે છે જ્ઞાન ચોથું જાણીએ. (૧૭) મન:પર્યાયજ્ઞાન :
-- અર્થઃ ચોથા મન:પર્યાયજ્ઞાનના ઋામતિ અને વિપુલમતિ એ બે ભેદ છે. વિપુલમતિ મન:પર્યવજ્ઞાન વિકસિત, વિશુદ્ધિવાળું અને અપ્રતિપાતી છે. ઋજુમતિ મન:પર્યવજ્ઞાન વિશુદ્ધિ ઘટતાં ઘટે પણ છે અને અલોપ પણ થાય છે. | ભાવાર્થ : સંજ્ઞીપ્રાણી મનથી જે વસ્તુનો વિચાર કરે છે તે વસ્તુના પર્યાય અનુસાર ચિંતનશીલ મન ભિન્ન ભિન્ન આકૃતિ