________________
તત્વાર્થાધિગમસૂત્ર
૨૧ ધારણ કરે છે, આ આકૃતિઓ મનના પર્યાયો છે; આ આકૃતિનું પ્રત્યક્ષ જ્ઞાન તે મન:પર્યાયજ્ઞાન છે. આ રીતે ચિંતનીય વસ્તુ જાણી શકાય છે. જામતિ કરતાં વિપુલમતિ મન:પર્યવજ્ઞાનનો વિષય અઢી અંગુલ અધિક છે. ઋજુમતિ મન:પર્યવજ્ઞાન વસ્તુને સામાન્ય રીતે જાણે છે, જયારે વિપુલમતિ અધિક વિશેષોને જાણે છે; તે ઉપરાંત ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન કરતાં વિપુલમતિ મન:પર્યાયજ્ઞાન શુદ્ધતર, સૂક્ષ્મતર અને સ્કૂટતર છે; વળી ઋજુમતિ મન:પર્યાય પ્રતિપાતી આવીને અલોપ થનારું છે, જ્યારે વિપુલમતિ અપ્રતિપાતી-આવીને ટકનારું છે. તે કેવલ જ્ઞાન થતાં સુધી ટકે છે. सूत्रः - विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमनःपर्याययोः ॥२६॥ અનુવાદ : વિશેષતા છે ચાર ચોથા અને ત્રીજા જ્ઞાનમાં, (૧) શુદ્ધિ વિશેષ જ્ઞાન ચોથે, અલ્પશુદ્ધિ અવધિમાં, (૨) ક્ષેત્ર નાનાથી લઈને જાણે પૂરા લોકને,
જ્ઞાન ત્રીજું, ચોથું અઢી દ્વિપ વર્તી ચિત્તને. (૧૮) (૩) અવધિ પામે, જીવ ચારે ગતિના શુભ ભાવથી,
જ્ઞાન ચોથું મુનિ પામે બીજા અધિકારી નથી; (૪) કેટલાક પર્યાય સાથે સર્વરૂપી દ્રવ્યને,
જાણે અવધિ મન- પર્યવ ભાગ તદનન્તો ગ્રહે. (૧૯) અવધિ અને મન:પર્યાયજ્ઞાનની તરતમતા :
અર્થ : ત્રીજા અવધિજ્ઞાન અને ચોથા મનઃપર્યાયજ્ઞાન વચ્ચે ચાર પ્રકારની વિશેષતા-તરતમતા છે. (૧) અવધિ કરતાં મન:પર્યાયજ્ઞાન શુદ્ધતર છે. (૨) વિષયની બાબતમાં અવધિજ્ઞાની અંગુલના અસંખ્યતમા ભાગથી માંડી સર્વ લોક જોઈ જાણી શકે છે; જ્યારે મન:પર્યાય જ્ઞાની માનુષોત્તર પર્વત સુધીના અઢી દ્વીપમાં રહેલ સંજ્ઞી જીવના ચિત્તના-મનના પર્યાયો જાણી શકે