________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૪૩ અર્થ : અધિકરણના બે ભેદ છે. (૧) જીવ અને (૨) અજીવ, જીવ અધિકરણના ૧૦૮ ભેદ છે : (૧) સંરંભ, (૨) સમારંભ અને (૩) આરંભ (૪ થી ૯) એ દરેકના મનયોગ, વચનયોગ અને કાયયોગ (૧૦ થી ૨૭) એ દરેકના કૃત, કારિત અને અનુમોદન ભાવ (૨૮ થી ૧૦૮) એ દરેકના ક્રોધ, માન, માયા અને લોભનિમિત્ત. અજીવ અધિકરણના ચાર ભેદ છે. તેમાં નિર્વતનાના બે, નિક્ષેપના ચાર, સંયોગના બે અને નિસર્ગના ત્રણ પ્રતિભેદ વિચારવા યોગ્ય છે.
ભાવાર્થઃ જીવ શુભ અશુભ સર્વ કાર્ય સચિત્ત અચિત્ત સાધન દ્વારા કરે છે; જીવ કે અજીવ એકલા કાંઈ કરી શકતા નથી, તેથી જીવ અને અજીવ એ બે અધિકરણ છે, એ દરેક દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. જીવ વ્યક્તિ અને અજીવ સાધન એ દ્રવ્ય અધિકરણ છે. જીવના કાષાયિક પરિણામ અને સાધનની તીક્ષ્મતારૂપ શક્તિ તે ભાવ અધિકરણ છે. સંસારી જીવ જે શુભાશુભ પ્રવૃત્તિ કરે છે તે કોઈને કોઈ અવસ્થામાં કરે છે; કે જે એકસો આઠ પ્રકારની છે. આ એકસોને આઠ અવસ્થા તે જીવનું ભાવ અધિકરણ છે. સરંભ, સમારંભ અને આરંભ એ ત્રણ મુખ્ય છે. તેને મન, વચન અને કાય એ ત્રણ યોગ સાથે ગુણતાં નવ થાય છે. કૃત, કારિત અને અનુમોદિત એ ત્રણેને ઉપરોક્ત નવ ગુણતાં સત્યાવીશ થાય છે. આ સત્યાવીશને ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે ગુણતાં એકસો આઠ થાય છે. પ્રમાદી જીવની (કાર્યની પ્રવૃત્તિ અર્થે કરાતી) માનસિક તૈયારી તે સંરંભ છે; કાર્યાર્થ સાધન એકઠા કરવાં તે સમારંભ છે અને કાર્યરૂપ પ્રવૃત્તિ તે આરંભ છે. સંકલ્પરૂપ સૂક્ષ્મ અવસ્થાથી શરૂ કરી પ્રવૃત્તિરૂપ બાહ્ય અવસ્થા સુધીની પ્રવૃત્તિ તે સંરંભ, સમારંભ