________________
૧૪૪
તત્વાર્થાધિગમસૂત્ર અને આરંભ છે. ત્રણ યોગ આ અધ્યાયમાં પહેલા સૂત્રમાં સમજાવ્યા છે. પોતે કરવું તે કૃત, બીજા પાસે કરાવવું તે કારિત, અને બીજાની પ્રવૃત્તિમાં સંમત થવું તે અનુમત છે. ચાર કષાય તો પ્રસિદ્ધ છે. જીવ ચાર કષાયમાંના કોઈ કષાયના કારણે પ્રવૃત્તિ કરે છે, કરાવે છે અને કરનારને અનુમોદન આપે છે. કષાયવશ જીવ ત્રણ યોગમાંના કોઈ દ્વારા પ્રવૃત્તિ કરે છે તેની સંરંભ એ પ્રારંભની, સમારંભ એ મધ્યની અને આરંભ એ છેલ્લી ભૂમિકા છે.
પરમાણુ યા સ્કંધરૂપ મૂર્ત વસ્તુ એ દ્રવ્ય અજીવ અધિકરણ છે. તેના ચાર ભેદ છે : (૧) વસ્તુની રચના-આકાર તે નિર્વર્તના (૨) રાખવા તે નિક્ષેપ, (૩) મેળવવા તે સંયોગ અને (૪) પ્રવર્તન તે નિસર્ગ. નિવર્નનાના બે ભેદ છે : (૧) વસ્તુની બાહ્ય રચના તે મૂળગુણ નિર્વર્તન છે. ને (૨) સાધનાની કાર્યકર શક્તિરૂપ ગુણ ઉત્તર ગુણ નિર્વત્ત્વના છે. નિક્ષેપના ચાર ભેદ છે : (૧) વિચાર વિના એકમદ મૂકવું તે સહસાનિક્ષેપ છે. (૨) જોયા વિના મૂકવું તે અપ્રત્યવેક્ષિત નિક્ષેપ છે (૩) બરાબર પ્રમાર્જન કર્યા વિના મૂકવું તે દુષ્પમાર્જન નિક્ષેપ છે અને (૪) ઉપયોગ વિના વસ્તુ મૂકવી તે અનાભોગ નિક્ષેપ છે. સંયોગ બે પ્રકારના છે : (૧) આહારપાણીનાં સાધન તે ભક્તપાન (૨) અન્ય સાધન અને ઉપકરણ. મન, વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ ત્રણ નિસર્ગ છે. પહેલી ચાર કર્મપ્રકૃતિના આશ્રવ : सूत्रः- तत्प्रदोष-निह्नव-मात्सर्या-न्तराया-सादनो
पघाता ज्ञानदर्शनावरणयोः ॥११॥ ટુ-શો-તાપ- ન-વ-પરિવેવના-ચાत्मपरोभयस्थान्यसद्वेद्यस्य ॥१२॥