________________
૧૪૫
તત્વાર્થાધિગમસૂત્ર
भूत-व्रत्यनुकम्पा-दान-सरागसंयमादियोगः क्षान्ति शौचमिति सद्वेद्यस्य ॥१३॥ केवलि-श्रुत-संघ-धर्म-देवावर्णवादो રનમોદી ૨૪
कषायोदयात्तीवात्मपरिणामश्चारित्रमोहस्य ॥१५॥ અનુવાદ : દોષ, નિદ્ભવ, કરે, ઈર્ષ્યા, અંતરાય, આશાતના,
ઉપઘાત કરતાં કર્મ બાંધે, જીવ જ્ઞાનાવરણના; દર્શનાવરણીય બાંધે પૂર્વ કારણ જાણવા, કર્મ ત્રીજુ કેમ બાંધે, સુણો ભવિજન એકમના (૭) દુઃખ, શોક ધરે કરે સંતાપ કંદન વધ વળી, શૂન્યચિત્તે વિલપતા, પોતે અને બીજા મળી, કર્મ અશાતાવેદનીયને, બાંધતા જીવો ઘણા, તેહથી વિપરીત રીત ને, અન્ય કારણ છે ઘણા, (૮) દિલમાં દયા જીવને વ્રતીની, દાન ધર્મે સ્થિરતા, સરાગ સંયમ યોગ આદિ, ક્ષાન્તિ શુચિતા ધારતા; કર્મ શાતાવેદનીયને, બાંધતા એમ વિના, મોહનીયને કેમ બાંધે, સુણો કારણ કર્મના ૯) કેવલી, શ્રુત, સંઘ, ધર્મ, દેવની નિંદા કરે, દર્શન મોહનીય બાંધે, ભવવિટંબન વિસ્તરે; કષાય ઉદયે તીવ્ર ભાવે, ચારિત્ર્યમોહજ બાંધતાં, સવિ શિરોમણિ મોહ વધતા, ભવં પરંપર સાંધતા. (૧૦)
અર્થઃ પ્રષ, નિન્હવ, માત્સર્ય, અંતરાય, આશાતના અને ઉપઘાત આદિ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ એ બેના આશ્રવ છે. કૃત અને કારિત દુઃખ, શોક, તાપ, આકંદ, વધ અને પરિદેવન-બેફાસુદન આદિ અશાતા-વેદનીયના આસ્રવ બને છે,