________________
૧૪૬
તત્વાથધિગમસૂત્ર તેથી વિપરીત ભૂત અને વ્રતી પુદ્ગલ, દાન, સારાગ સંયમ, ક્ષમા અને શુચિ આદિ શાતા વેદનીયના આસ્રવ છે. કેવલી, શ્રુત સંઘ અને દેવ આદિના અવર્ણવાદ, દર્શન મોહનીય કર્મના આસ્રવ છે. તીવ્ર ભાવે કષાયનો ઉદય ચારિત્ર્ય મોહનીય કર્મનો આસ્રવ છે. મોહનીય કર્મ-કર્મમાં શિરોમણિરૂપ છે. - ભાવાર્થ ઃ યોગ અને કષાય એ બે સામાન્ય બંધહેતુ છે. પ્રવૃત્તિની સમજ પડતાં હેયનો ત્યાગ અને ઉપાદેયની પ્રવૃત્તિ સરળ બને તદર્થે સંક્ષેપમાં શુભ-અશુભ પ્રવૃત્તિ દર્શાવી છે.
જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધન પર દ્વેષ તે જ્ઞાનપ્રદ્વેષ છે. ગુરુ ઓળવવા-છૂપાવવા, જ્ઞાન કે જ્ઞાનના સાધન માટેના પ્રશ્નમાં વક્રતાથી અજાણ દેખાવું કે પોતા પાસે નથી એમ કહેવું તે જ્ઞાનનિન્યવ છે. આપવા યોગ્ય પાકું જ્ઞાન હોવા છતાં પાત્ર ગ્રાહક મળતાં તે આપવામાં દિલચોરી રાખવી તે જ્ઞાનમાત્સર્ય છે. દુષ્ટ ભાવથી જ્ઞાનપ્રાપ્તિમાં બાધા નાંખવી તે જ્ઞાનાંતરાય છે. જ્ઞાન આપતો હોય તેને વચન શરીરના ચિહન દ્વારા ના પાડવી તે જ્ઞાનાસાદન છે. સાચાં વચનને ઉલટી મતિથી અનુચિત કરી તેમાં દોષ કાઢવા તે જ્ઞાનોપધાત છે. જ્ઞાન હોવા છતાં તેનો અવિનય, તે પ્રકાશિત ન કરવું, તેના ગુણો છૂપાવવા તે આસાદન છે. જ્ઞાનને અજ્ઞાન માની તેને નષ્ટપ્રાયઃ કરવાનો પ્રયત્ન તે ઉપધાત છે. ઉપરોક્ત પ્રવૃત્તિ જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધન પૂરતી કે તેના સંબંધમાં હોય ત્યારે તે જ્ઞાનાવરણના આશ્રવ બને છે અને જ્યારે તે દરેક દર્શન, દર્શની કે દર્શનના સાધન સાથે સંબંધ ધરાવે ત્યારે દર્શનાવરણના આસ્રવ બને છે.
પીડા થવી તે દુઃખ, ચિંતા કે શોક થવો તે શોક, તીવ્ર સંતાપ તે તાપ, આંસુ સારવા તે આક્રંદન, દશ પ્રકારના કોઈપણ