________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૪૭
પ્રાણનો વિયોગ કરાવવો તે વધ, વિયોગ થતાં વ્યક્તિના ગુણ સ્મરણ કરી વારંવાર રુદન કરવું તે પરિદેવન, તાડન, તર્જન, આદિ પોતામાં ઉત્પન્ન કરવા, બીજામાં ઉત્પન્ન કરાવવા આદિ અસાતાવેદનીયના આશ્રવ છે. પ્રાણીમાત્ર ૫૨ અનુકંપા-દયા, દેશવિરતિ યા સર્વ વિરતિ વ્રત સ્વીકારનાર પર સવિશેષ અનુકંપા, સ્વવસ્તુનો બીજાને અર્થે ત્યાગ તે દાન, સંયમ સ્વીકારવા છતાં રાગદ્વેષ ક્ષીણ ન થવાથી ઉદ્ભવતા રાગદ્વેષજન્ય વિકાર તે સરાગ સંયમ, કાંઈક સંયમ અને કાંઈક અસંયમ અર્થાત્ અંશતઃ વ્રતસ્વીકાર તે સંયમાસંયમ, પરવશ ભોગનો ત્યાગ તે અકામ નિર્જરા, અજ્ઞાનથી મિથ્યા કાયક્લેશરૂપ તપ તે બાલ તપ, ધર્મ દૃષ્ટિએ કષાય આદિ દોષની નિવૃત્તિ તે ક્ષાન્તિ, અને લોભ આદિ દોષની શુચિ તે શૌચ, આદિ સાતાવેદનીયના આશ્રવ છે.
આ સર્વ પ્રવૃત્તિ કષાયજન્ય હોય તો બંધ હેતુ-આશ્રવ છે; પરંતુ સ્વેચ્છાએ સ્વીકારેલ વ્રત નિયમ આદિના પાલન કરતાં આવી પડતા દુઃખ આદિ અસાતાવેદનીયના હેતુ નથી. તેનું કારણ એ છે કે વ્રતનિયમ આદિ સદબુદ્ધિ અને વૃત્તિથી સ્વીકારવામાં આવે છે અને તેથી તેવા પ્રસંગમાં કષાય હોતા નથી.
કેવલીના અવર્ણવાદ, શ્રુતજ્ઞાનના અવર્ણવાદ, ચતુર્વિધ સંઘના અવર્ણવાદ, ધર્મના અવર્ણવાદ, દેવના અવર્ણવાદ આદિ દર્શન મોહના આસ્રવ છે. અવર્ણવાદ એ છે કે જ્યાં દોષ નથી ત્યાં દુષ્ટ બુદ્ધિથી દોષ કાઢવા અને ગુણની ઉપેક્ષા કરવી. પોતાની અંદર કષાય ઉત્પન્ન કરવા અને બીજામાં ઉત્પન્ન કરાવવા અને તેમાં તીવ્ર પરિણામ રાખવા તે ચારિત્ર્ય મોહનીયકર્મના આસ્રવ છે. સત્યનો ઉપહાસ, દીનની મશ્કરી, આદિ હાસ્યમોહનીયના; ક્રીડા પ્રવૃત્તિમાં રુચિ અને વ્રતનિયમમાં અરૂચિ તે રતિમોહનીયના;