________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૧
ઓછાવત્તા થઈ શકે છે અને તે પ્રમાણે ઓછુંવત્તું જ્ઞાન મેળવી
શકાય છે.
સમ્યજ્ઞાન અને ચારિત્ર :
સૂત્રકારે સમ્યગ્દર્શનની વ્યાખ્યા કરી, પરંતુ સમ્યજ્ઞાન, અને સમ્યચારિત્રની વ્યાખ્યા કરી નથી; સમ્યગ્દર્શનના આધારે તે વ્યાખ્યા કરી લેવાની તેમણે અપેક્ષા રાખી છે.
સાંસારિક વાસના વધારનાર જ્ઞાન તે સમ્યજ્ઞાન નથી, પરંતુ સાંસારિક વાસના ઘટાડી આધ્યાત્મિક વિકાસ વધારનાર જ્ઞાન તે સમ્યજ્ઞાન છે. પુરોગામી શ્રદ્ધા બદલાવનાર ચારિત્ર એ સમ્યચારિત્ર નથી, પરંતુ પુરોગામી શ્રદ્ધાને કસોટીપરક બનાવી સિદ્ધાંતરૂપ બને તેવું ચારિત્ર તે સમ્યગ્યારિત્ર છે.
-
પહેલા સૂત્રમાં મોક્ષ માર્ગનાં સાધન, બીજા સૂત્રમાં સમ્યગ્દર્શનની વ્યાખ્યા, ત્રીજા સૂત્રમાં તેના પ્રકાર, ચોથા સૂત્રમાં સાત તત્ત્વોનો નિર્દેશ અને પાંચમી આઠ એ ચાર સૂત્રમાં જ્ઞાનના સાંધનો દર્શાવી સૂત્રકાર પ્રમાણ-જ્ઞાનનું વર્ણન કરે છે. જ્ઞાન અને પ્રમાણનું સ્વરૂપ :
सूत्र
मतिश्रुतावधिमनःपर्यायकेवलानि ज्ञानम् ॥९॥
તમાને પ્રા આઘે પરોક્ષમ્ ॥શા પ્રત્યક્ષમન્યત્ ॥૨॥
અનુવાદ : મતિજ્ઞાન પહેલું શ્રુત બીજું બીજું અવિષે જાણવું, મનઃપર્યવજ્ઞાન ચોથું છેલ્લું કેવળ માનવું;
જ્ઞાન એ જ પ્રમાણે છે ને ભેદ બે તેના કહ્યા, પરોક્ષ ને પ્રત્યક્ષ મતિ શ્રુત પ્રથમે, ત્રણ બીજે લહ્યા. (૯)