________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૬૫ કહેવાય છે. મૂળ વતની રક્ષા પુષ્ટિ, શુદ્ધિ, વિકાસ અર્થે ગૃહસ્થ અન્ય કેટલાક વ્રત સ્વીકારે છે તે શીલ, ઉત્તરગુણ યા ઉત્તરદ્રત કહેવાય છે; આવા વ્રત સાત છે, જે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતને નામે પ્રસિદ્ધ છે. જીવનના અંતે ગૃહસ્થ એક વધારાનું વ્રત લેવા ઈચ્છા કરે છે; તેનું નામ સંલેખના વ્રત છે.
વ્રતની બાબતમાં બે પરંપરા છે. (૧) તત્ત્વાર્થ સૂત્રકારની અને (૨) જૈન આગમની. પહેલી પરંપરામાં દિવિરમણ પછી ઉપભોગ-પરિભોગ ન ગણાવતાં દેશ વિરમણ ગણાવ્યું છે. બીજી પરંપરામાં દિવિરમણ પછી ઉપભોગ-પરિભોગ-પરિમાણ વ્રત આવે છે. માત્ર ક્રમના ફેરફાર સિવાય વ્રતની સંખ્યામાં કે તેના નામમાં કાંઈ પણ ફરક નથી.
માનસિક, વાચિક અને કાયિક હિંસાનો સંપૂર્ણ ત્યાગ ન કરી શકનાર પોતાની યથાશક્તિ નિશ્ચિત ગૃહસ્થ મર્યાદામાં રહી જેટલી ન્યૂન ન્યૂનતર હિંસાથી જીવનવ્યવહાર નભી શકે તેથી વધારે હિંસાનો ત્યાગ કરવો તે અહિંસા અણુવ્રત છે. નિશ્ચિત ગૃહસ્થ-મર્યાદામાં રહેતાં પરિસ્થિતિ અનુસાર મર્યાદિત સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય-સ્વદારાસંતોષવ્રત અને પરસ્ત્રી વિરમણવ્રત અને પરિગ્રહ-પરિમાણ રાખી તે ઉપરાંતનો ત્યાગ કરવો તે અનુક્રમે સત્ય, અચૌર્ય, સ્વદારા સંતોષ અને પરદારા વિરમણ અને અપરિગ્રહ વ્રત છે. ચોથા વ્રતમાં સ્ત્રી માટે સ્વપતિ સંતોષ અને પરપુરુષ વિરમણ વ્રત સમજી લેવાનું છે. પાંચ અણુવ્રતની મર્યાદા આમ ગૃહસ્થદીઠ જુદી જુદી રહેવાની.
પોતાની ત્યાગશક્તિ અનુસાર પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આદિ ચાર દિશા; અગ્નિ, ઈશાન, નૈઋત્ય, વાયવ્ય આદિ ચાર વિદિશા, અને ઊર્ધ્વ તથા અંધો એમ દશ દિશામાં ગમનાગમનની