________________
તત્વાર્થાધિગમસૂત્ર
૨૫
सूत्र: - एकादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्भ्यः ||३१|| અનુવાદ : મતિ શ્રુત વળી અવધિજ્ઞાને જ્ઞાન ચોથું મેળવે, એક જીવને એક કાળે જ્ઞાન ચારે સંભવે;
પંચ જ્ઞાનો એક સાથે જીવ કદીય ન પામતાં, તત્ત્વવેદી તત્ત્વજ્ઞાને સરસ અનુભવ ભાવતા. (૨૨)
પ્રવર્તતી જ્ઞાનશક્તિની મર્યાદા :
અર્થ : એક જીવને એક સમયે વધારેમાં વધારે ચાર જ્ઞાન (મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યાય) હોઈ શકે છે. પાંચે જ્ઞાન હોઈ શકતા નથી, તે દ્વારા તત્ત્વવિદ્ તત્ત્વજ્ઞાનનો સરસ અનુભવ મેળવી શકે છે.
ભાવાર્થ : જીવમાં એક સાથે એક, બે-ત્રણ અને ચાર જ્ઞાન હોય છે; પાંચ જ્ઞાન એક સાથે જીવમાં હોતા નથી. એક જ્ઞાન હોય ત્યારે કેવળજ્ઞાન અથવા નિગોદના જીવથી માંડી સંમૂર્ણિમ પંચેન્દ્રિય જીવોને હોતું મતિજ્ઞાન હોય છે. બે હોય ત્યારે મતિજ્ઞાન અને શ્રુત જ્ઞાન હોય છે. ત્રણ જ્ઞાન હોય તો ઉપરોક્ત બેમાં અવધિજ્ઞાન અથવા તો મન:પર્યવજ્ઞાન વધે છે; કારણ કે કવચિત્ અવધિજ્ઞાન પહેલાં મન:પર્યાયજ્ઞાન પણ હોઈ શકે છે. ચાર જ્ઞાન હોય ત્યારે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન હોય છે. મતિ આદિ ચાર જ્ઞાન એક સાથે જીવમાં હોવાનો સંભવ શક્તિની અપેક્ષાએ કહ્યો છે; ઉપયોગ-પ્રવૃત્તિ તો એક સમયે એક જ જ્ઞાનની હોઈ શકે છે.
કેવલજ્ઞાનના અસ્તિત્વમાં મતિ આદિ ચાર જ્ઞાન હોઈ શકતાં નથી તે સિદ્ધાંત સામાન્ય હોવા છતાં તે બે રીતે સમજાવવામાં આવે છે. કેટલાક આચાર્યો કહે છે કે કેવળજ્ઞાન ક્ષાયિકભાવજન્ય હોવાથી નિરુપાધિક છે અને બાકીના ચાર શાન