________________
માટે D
પૂ. મુનિશ્રી રામવિજયજી મ. શાસ્ત્રવિશારદ કવિરત્ન પીયૂષપાણિ પૂજ્યપાદ-આચાર્ય મહારાજશ્રી વિજ્યામૃતસૂરીશ્વરજી મહારાજશ્રીના મુખ્ય શિષ્ય છે. જેઓ આજીવન દ્રવ્યાનુયોગના અભ્યાસી છે. ગૃહસ્થાવસ્થામાં પણ બાલ્યવયથી જૈનધર્મનું તેમણે સારું જ્ઞાન સંપાદન કર્યું છે છ કર્મગ્રંથ-બૃહત્સંગ્રહિણી ક્ષેત્રસમાસ-જ્ઞાનસાર-આનંદ ધનજી કૃત ચોવીશી, દેવચંદ્રજી કૃત ચોવીશી વગેરેનું ઊંડુ અવગાહન કરી પરીક્ષાઓ આપી હતી અને તેમાં ઉચ્ચ શ્રેણીમાં પસાર થઈ ઈનામો મેળવ્યા હતા. કોઠ ચાણસ્મા ને મહેસાણામાં ધાર્મિક શિક્ષક તરીકે કામ કરી સુંદર
કીર્તિ સંપાદન કરી હતી. થી છેલ્લા રર વર્ષથી જેઓ સુંદર સંયમ ધર્મની આરાધના કરી શી રહ્યા છે. લોકોને ધર્મક્રિયામાં જોડવાની તેમને અપૂર્વ ધગશ છે. પ્રકૃતિએ શાન્ત, સ્વભાવે મૂકોમળ, વિનય વૈયાવચ્ચમાં
અપ્રમત્ત અને ઉત્સાહી છે. આ અનુવાદ સિવાય બીજી પણ તેમણે ક ગદ્ય-પદ્ય રૂપે અનેક કૃતિઓ રચી છે. સ્તવન ચોવીશી, કેટલાએ છે પદ્યો ને લેખો વગેરે. - તેમના આ અનુવાદને અનુસારી વિશદ્ વિવેચન ખંભાતનિવાસી. ગાંધી ચીમનલાલ દલસુખભાઈએ (B.Com.) લખ્યું
છે. ચીમનલાલ ગાંધી તત્ત્વાર્થાધિગમ સૂત્રના સારા અભ્યાસી છે. છે. આ વિવેચન લખવા અંગેનો ટૂંક ઇતિહાસ તેમના નિવેદનમાં દો. તેમણે યથાર્થ રજૂ કર્યો છે. સ્વાધ્યાય, પ્રશ્નાવલી, પરિશિષ્ટો
વગેરે યોજવામાં તેમણે સારો શ્રમ લીધો છે. આવા પ્રયત્નો Pી એકાંત અનુમોદનીય છે.
અમને આ ગ્રન્થ પ્રકાશિત કરવા લાભ મળ્યો તે અંગે અમે ? અમારું મહતું પુણ્ય સમજીએ છીએ.
છેવટે પૂજ્યશ્રી ઉમાસ્વાતિ મહારાજે કહ્યું છે તે પ્રમાણે આ ગ્રન્થમાં ઉપદિશ્યા પ્રમાણે સમજી-આચરણ કરી ભવ્યાત્માઓ પર શ્રી શિવ પંથમાં સંચરો.
એજ લિ.
પ્રકાશક GSSSSSSSSSSSSSSSSS ૫ SNEHI ST
anish Eng Submenu
2222222222