________________
::::: , ; ;
; ; ; ; ; ; ; ; ; ; [ ૩ry on : :: » 2 oppote : : : : : : : : : : : : ૬, : ; ;
Tવિવેચકનું નિવેદન, | શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર પર લગભગ વીસેક વર્ષ પર મેં
એક લેખમાળા શરૂ કરી હતી. તે લેખમાળા ચાર અધ્યાય સુધી ? આવીને કારણવશાત્ અટકી પડી. ત્યાર પછી આ ગ્રંથ અંગે અનેક પ્રવાહ વહી ગયા છે. --
શ્વેતામ્બર સંપ્રદાયમાં આ ગ્રંથનું જે મહત્ત્વ છે, તે કરતાં | દિગમ્બર સંપ્રદાયમાં તેનું મહત્ત્વ અનેકગણું અધિક છે. તેના કારણો છે. તેઓ મૂળ આગમ ગ્રંથોનો સ્વીકાર ન કરતા હોવાથી આ ગ્રંથ તેમને આગમ ગ્રંથની ગરજ સારે છે.
પ્રથમ પ્રયત્ન તૂટી ગયા પછી આ વિષયમાં પરાવર્તન પં. સુખલાલજીના તત્ત્વાર્થસૂત્ર ભા-૧-૨ના સંપાદન વખતે થઈ છે શક્યું હતું. તે પછી આ વિષયમાં ફરી પ્રયત્ન થશે તેની સંભાવના જ ન હતી; તેમ છતાં આ ગ્રંથ પ્રત્યેનો પ્રેમ છૂટ્યો | ન હતો. તેનું કારણ તેમાં જે જ્ઞાનભંડાર ભર્યો હતો તે તેમજ જીવન શોધનના મર્મો તથા જીવનમાં ઉતારવાના જે સાધનોની ચર્ચા તેમાં હતી તે હતું.
આ. શ્રી વિજયઅમૃતસૂરિજીએ તેમના શિષ્ય મુનિ શ્રી રામવિજયજીએ હરિગીત છંદમાં રચેલ તત્ત્વાર્થાધિગમનો અનુવાદ મને જોવા આપ્યો. માત્ર કાવ્ય અનુવાદ છપાય તે તેમને ગમતું ન હતું અને ટૂંક વિવેચન ભાવવાહી ભાષામાં રજૂ કરી શકે તેવા અનુવાદકની તપાસમાં તેઓ હતા. 1તેઓશ્રી મારા વીશ વર્ષ પહેલાના લેખોમાં મદદગાર હતા. એટલે તેમણે મને તે માટે આગ્રહ પણ કર્યો. મારી છેલ્લાં કેટલાક વખતની પ્રવૃત્તિમાં સમય ન હોવાના કારણે તે કામ લેવા
તેમજ ભાષા, સાહિત્ય અને વિષય કેટલાક વર્ષોથી છૂટી જવાના 3 કારણે મારું મન તે કાર્ય કરવા ના પાડતું હતું, છતાં તેમના ઉં
ઉપકારની ચિરસ્મરણીય યાદમાં ગુરુદેવનું ઋણ ફેડવા પૂરતું કાર્ય ST સ્વીકાર્યું.