________________
૨૩૮
તત્વાર્થાધિગમસૂત્ર પામી, ચારિત્ર્ય લઈ, કેવળજ્ઞાન મેળવી અનેકને તારી તે સિદ્ધ થાય છે. બુદ્ધબોધિત ગુરુ ઉપદેશથી તરે છે, સ્વયંબુદ્ધ તીર્થ પ્રવર્તાયી અનેકને તારે છે; જયારે પ્રત્યેકબુદ્ધ પોતે જ તરી શકે છે અને કેટલાક બીજાને તારનાર પણ થાય છે. પ્રત્યેકબુદ્ધમાં કરકડું, દ્વિમુખ-રાજર્ષિ, નમિરાજર્ષિ, નગ્નતિ, આદ્રકુમાર, અનાથીમુનિ આદિ ગણાય. જંબુસ્વામી બુદ્ધબોધિત છે. જ્યારે તીર્થકરો સ્વયંભુદ્ધ છે. સ્વયંભુદ્ધમાં એક પ્રકાર એવો પણ હોય છે કે જે ગુરૂ કે અસાર સંસાર અંગે નિમિત્ત વિના સ્વયં જાગૃતિથી તરી જાય છે; પણ તેને તીર્થંકર નામ કર્મ હોતું નથી, પણ તે બીજાને તારી શકે છે. કપિલમુનિ એ પ્રકારમાં આવે છે.
વર્તમાન દષ્ટિએ માત્ર કેવળજ્ઞાની જ સિદ્ધ થાય છે. ભૂતકાળની દૃષ્ટિએ તો એક, બે, ત્રણ તથા ચાર જ્ઞાનવાળા પણ સિદ્ધ થાય છે. મરૂદેવીમાતા, માષતુષમુનિ બે જ્ઞાનના, અન્ય કેટલાક ત્રણ જ્ઞાનનાં (અવધિ અથવા મન:પર્યાય વધારાનું) અને અન્ય કેટલાક ચાર જ્ઞાને સિદ્ધ થયાનાં અનુક્રમે દૃષ્ટાંતો છે. - વર્તમાન દષ્ટિએ તો જે અવગાહનાથી જીવ સિદ્ધ થાય છે તેની ૨/૩ અવગાહના તે જીવની સિદ્ધશિલામાં હોય છે. ભૂતકાળની અપેક્ષાએ તીર્થકરની દષ્ટિએ જધન્યથી સાત હાથની કાયવાળા અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ્ય કાયવાળા સિદ્ધ થાય છે. ભ0 મહાવીર પ્રભુ સાત હાથની કાયાથી સિદ્ધ થયા છે. ભ૦ ઋષભદેવ પાંચસો ધનુષ્યની કાયાથી સિદ્ધ થયા છે. સામાન્ય કેવલી કૂર્માપુત્ર માફક બે હાથની અવગાહનાથી સિદ્ધ થાય છે.
જીવની સિદ્ધ ગતિ અંતર વિના ચાલુ રહે તે નિરંતરસિદ્ધ સ્થિતિ જઘન્યથી બે સમય અને ઉત્કૃષ્ટથી આઠ સમયની હોય છે. એક જીવ સિદ્ધ થાય, પછી બીજા જ સમયે કોઈ જીવ સિદ્ધ