________________
તત્વાર્થાધિગમસૂત્ર
ન થાય તે શમય
ના નાના
છે. આ સાંતરસિદ્ધ સ્થિતિ છ માસ સુધીની હોય છે.
તો કેવળજ્ઞાની જ આપી શકે.
૨૩૯
આનાં દૃષ્ટાંતો
જધન્યથી એક અને ઉત્કૃષ્ટથી એકસો આઠ એક સમયમાં સિદ્ધ થઈ શકે છે. તેના દૃષ્ટાંત ભુ મહાવીર અને ભO ઋષભદેવ અનુક્રમે છે. જીવો મધ્યમ સંખ્યાએ પણ સિદ્ધ થઈ શકે છે. શાસ્ત્રમાં તીર્થંકરો અનેક સાધુઓ સહિત મોક્ષે ગયાનું જે વર્ણન આવે છે તે એકી સમયે સિદ્ધ થયાનું ન સમજતાં સમયાંતર સિદ્ધ સમજવાના છે.
ઉપરોક્ત અગિયાર પ્રકારમાંનાં સંભવિત પેટાભેદ લઈ પરસ્પર તેની ન્યૂનાધિકતાનો વિચાર તે અલ્પબહુત્વ છે. ઉદા. ક્ષેત્રસિદ્ધમાં સંહરણસિદ્ધની અપેક્ષાએ જન્મસિદ્ધ અસંખ્યાત ગુણ સમજવા; ઉર્ધ્વલોકસિદ્ધ ન્યૂન અને અધોલોકસિદ્ધ તેથી અસંખ્યાત ગુણ હોય છે. આ રીતે બાકીના દરેકનો અલ્પબહુત્વ વિચાર કરી શકાય.
新卐
નવતત્ત્વ આદિમાં જિનસિદ્ધ, અજિનસિદ્ધ, તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ, ગૃહસ્થલિંગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ, સ્વલિંગસિદ્ધ, સ્ત્રીલિંગસિદ્ધ, પુરુષલિંગસિદ્ધ, નપુંસકલિંગસિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ, સ્વયંબુદ્ધસિદ્ધ, બુદ્ધબોધિતસિદ્ધ, એકસિદ્ધ અને અનેકસિદ્ધ એ રીતે પંદર અનુયોગદ્વાર આપ્યા છે. તેનો સમન્વય ઉપરોક્ત બાર અનુયોગદ્વારમાં કરી લીધો છે. આ વિષય સૂક્ષ્મ છે; અને તે ગુરુગમથી અધિક જ્ઞાન મેળવવા યોગ્ય છે.
तत्त्वार्थाधिगमेसूत्रे सानुवाद-विवेचने;
अध्यायो दशमः पूर्णो मोक्षतत्त्वविवेचकः ॥२०॥