________________
૧૭૦
તત્વાર્થાધિગમસૂત્ર અપરિગૃહીતાગમન, અનંગક્રીડા અને કામાભિનિવેશ એ પાંચ અતિચાર બ્રહ્મચર્ય વ્રતમાં સેવવાથી વ્રત મલિન થાય છે અને પરિણામે ગુણ અને યશ નાશ પામે છે. ક્ષેત્રસ્થાવર મિલ્કત; હિરણય-સોનું રૂપું, ધન અને આભૂષણ આદિ ધન, વાસ્તુઘરવખરી; પશુપક્ષી રૂપ ધણ; અનાજ આદિ ધાન્ય અને દાસદાસી, આ પાંચના પરિમાણમાં આગળપાછળ છૂટછાટ મૂકી મન મનાવવું તે પરિગ્રહવ્રતમાં પાંચ અતિચાર છે. અતિચારથી વ્રત મલિન થાતાં શ્રાવકના ગુણ સચવાતા નથી..
ભાવાર્થ: ઈષ્ટ સ્થાને જતાં આવતાં પ્રાણીને રોકવા કે બાંધવા તે બંધ છે. લાકડી આદિથી પ્રહાર તે વધી છે. અવયવોનું છેદનભેદન તે છવિચ્છેદ છે. શક્તિ ઉપરાંત ભાર વહન કરાવવો તે અતિચારનું આરોપણ છે અને ખાનપાનમાં બાધા નાંખવી તે અન્નપાનનિરોધ છે. આ પાંચ પહેલા વ્રતના અતિચાર છે. વ્રતધારી પ્રયોજન વિના આ દોષોનું સેવન ન કરે તે ઉત્સર્ગ માર્ગ છે અને ફરજના કારણે સેવન કરવું પડે તેવા સંજોગોમાં કોમલ ભાવ રાખી કામ કરવું તે ઈષ્ટ છે. ' સાચું જાડું બોલી ખોટે માર્ગે દોરવા તે મિથ્યા ઉપદેશ છે. રાગદ્વેષના કારણે બીજા પર દોષ ઢોળવા તે રહસ્યાભ્યાખ્યાન છે; જૂઠી ચિઠ્ઠી, સહી સિક્કા, ખોટા સિક્કા, આદિથી વ્યવહાર ચલાવવો તે કૂટલેખ ક્રિયા છે, મૂકેલી થાપણ કોઈ ભૂલી જાય તેવા પ્રસંગે તે હજમ કરવી તે ન્યાસાપહાર છે; ચાડી ચુગલી કરવી અને ગુપ્ત વાત પ્રકટ કરવી તે સાકાર મંત્રભેદ છે. બીજા વ્રતના આ પાંચ અતિચાર છે. ચોરી કરવી, કરાવવી, કે તેને અનુમતિ આપવી, તેવા કાર્યમાં પ્રેરણા આપવી આદિ સ્તનપ્રયોગ છે; ચોરાયેલ વસ્તુ રાખવી તે તેનઆહતાદાન છે; રાજ્યના