________________
તત્વાર્થાધિગમસૂત્ર
ઉપદેશ ખોટો આળ દેતાં, ફૂટ લેખો લેખતાં, થાપણો વળી ઓળવીને, ગુપ્ત વાત પ્રકાશતા; અતિચાર ત્યાગી ધર્મરાગી, વ્રત બીજાને આદરે, સત્યવાદી સત્યવદતા, વિશ્વમાં યશ વિસ્તરે. (૧૨) ચોરને વળી મદદ દેતા, અદત્ત વસ્તુ લાવતા, દાણચોરી, ફૂટતોલા, ફૂટતોલા, ફૂટમાપા રાખતા; વસ્તુમાંહિં ભેળસેળો, કરે મૂર્ખ શિરોમણિ, અતિચાર સેવે ગુણ ન રહેવે, વ્રત ત્રીજાને અવગણી. (૧૩) પરવિવાહે દોષ મોટો, પરિગૃહીતા ભાવમાં, અપરિગ્રહીતા સ્થાનમાંહિં, દોષ છે પરભાવમાં; અનંગક્રીડા તીવ્રકામે, દોષ પંચક સેવતા, વ્રતજ ચોથું મલિન થાતાં, ગુણ યશને ચૂકતા, (૧૪) ક્ષેત્ર, વાસ્તુ, રૂપું, સોનું, ધન, ધાન્ય જે ધારણા, દાસ, દાસી ધાતુ હલકી, પંચ દોષ જ વારણા; સંખ્યા થકી વિદોષ સેવે, મિશ્ર દોષો દાખવે, વ્રત પંચમ મલિન થાતાં, શ્રાદ્ધ ગુણ ન સાચવે. (૧૫) અર્થ : બંધ, વધ, છવિચ્છેદ, અતિભારઆરોપણ અને અન્નપાનનિરોધ એ અતિચાર તજતાં પ્રથમ વ્રત શુદ્ધ થાય છે. અસત્ય ઉપદેશ, આળ મૂકવું, ફૂટ લેખ લખવો, થાપણ ઓળવવી અને ગુપ્ત વાત પ્રગટ કરવી એ પાંચ અતિચાર તજી ધર્મરાગી અને ત્યાગનો મુમુક્ષુ બીજા વ્રતનો આદર કરે છે. સત્યવાદીના ગુણ યશ અને કીર્તિ જગમાં વ્યાપે છે. ચોરને મદદ કરવી, અદત્ત વસ્તુ રાખવી, દાણચોરી કરવી, ખોટાં તોલમાપ રાખવાં અને વસ્તુમાં ભેળસેળ કરવી એ પાંચ અતિચારનું સેવન કરતાં ત્રીજા વ્રતના ગુણ રહેતા નથી. પારકા વિવાહ ક૨વા, પરિગૃહીતાગમન,
૧૬૯