________________
૨૧૮
તત્વાર્થાધિગમસૂત્ર પ્રચાર આદિ સ્વાધ્યાય છે, અભ્યાસશેલી અનુસાર તેના ભેદ છે. (૧) શબ્દ, અર્થ અને શ્રદાર્થના મૂળપાઠ લેવા તે વાચના છે. (૨) શંકા દૂર કરવા કે સમજ સ્પષ્ટ કરવા જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછવા તે પૃચ્છના છે. (૩) શબ્દ, અર્થ અને શબ્દાર્થનું માનસિક ચિંતન તે અનુપ્રેક્ષા છે. (૪) શીખેલ પાઠનું શુદ્ધ ઉચ્ચારણ તે આમ્નાય યા પરિવર્તન છે (૫) ભણેલ શાસ્ત્રનું રહસ્ય સમજવું અને સમજાવવું તે ધર્મોપદેશ છે.
મમત્વ યા મૂર્છાનો ત્યાગ તે ઉત્સર્ગ છે. ત્યાજ્ય વસ્તુ બાહ્ય અને અત્યંતર બે પ્રકારે હોઈ તેના બે ભેદ છે : (૧) ધણ, ધાન્ય, ક્ષેત્ર, ધનસંપત્તિ આદિ બાહ્ય વસ્તુ પરની મૂર્છાનો ત્યાગ તે બાહ્ય વ્યુત્સર્ગ છે અને (૨) કષાયાદિ વિકારોના રસનો ત્યાગ તે અત્યંતર વ્યુત્સર્ગ છે. ધ્યાનનું સ્વરૂપ : सूत्रः - उत्तमसंहननस्यैकाग्रचिंतानिरोधोध्यानम् ॥२७॥
आमुहूर्तात् ॥२८॥ आर्तरौद्रधर्मशुक्लानि ॥२९॥
परे मोक्षहेतू ॥३०॥ અનુવાદ: પ્રથમના ત્રણ શરીરધારી, જીવ જે વિચારતા,
એકાગ્ર ચિત્તે યોગીની જેમ, અન્ય ચિંતા રોધતા; કાળથી અંતર્મુહૂર્ત પ્રમાણ, ધ્યાન ધરે તદા, ધ્યાન તેને માનીએ, એ સત્ય વસ્તુ સર્વદા. (૧૮) આર્ત, રૌદ્ર, ધર્મ, શુક્લ, ભેદ ચારે ધ્યાનના, પ્રથમના જે ધ્યાન બે છે, તેથી ભવ-વિટંબના ધ્યાન છેલ્લા ભેદ છે તે મોક્ષ હેતુ સાધના, આદરે ભંવ પ્રાણિઓ, વિરમે વિષયની વાસના. (૧૯)