________________
તત્વાર્થાધિગમસૂત્ર
૨૧૭ ઉપસ્થાપનની જગ્યાએ મૂળ, અનવસ્થાપ્ય, અને પારાંચિક એ ત્રણ પ્રાયશ્ચિતનું વર્ણન મળે છે. પ્રત્યેક પ્રાયશ્ચિત કયા દોષ માટે છે તેનું સ્પષ્ટીકરણ વ્યવહારકલ્પ, જિતકલ્પ આદિ ગ્રંથોમાં છે.
(૧) જ્ઞાન મેળવવું, ટકાવવું અને તે પર બહુમાન રાખવું તે જ્ઞાનવિનય છે. (૨) તત્ત્વની યથાર્થ પ્રતીતિરૂપ દર્શનથી ચલિત ન થવું, થતી શંકાનું નિરાકરણ મેળવી નિઃશંક બનવું તે દર્શનવિનય છે. (૩) સામાયિક આદિ ચારિત્ર્યમાં ચિત્તનું સમાધાન રાખવું તે ચારિત્ર્યવિનય છે. (૪) સદ્ગુણી અને શ્રેષ્ઠ પ્રતિ યોગ્ય વિનય રાખવો તે ઉપચારવિનય છે. વિનય ગુણ એક છે; પરંતુ વિષય પરત્વે તેના વિભાગ પાડ્યા છે. ' વૈયાવૃજ્યના વિભાગ પણ સેવ્ય પાત્રની અપેક્ષાએ છે. (૧) જેનું કાર્ય વ્રત અને આચાર આપવાનું છે તે આચાર્ય. (૨) જેનું કાર્ય શ્રુતાભ્યાસ કરાવવાનું છે તે ઉપાધ્યાય. (૩) જે ઉગ્ર તપ કરે છે તે તપસ્વી. (૪) જે નવ દિક્ષિત હોઈ શિક્ષણ પ્રાપ્ત કરે છે તે શૈક્ષ-શિષ્ય. (૫) જે રોગી છે તે ગ્લાન. (૬) એક આચાર્યનો શિષ્ય સમુદાય તે કુળ. (૭) જુદા જુદા આચાર્યોના સમાન વાચનાવાળા સહાધ્યાયીનો સમુદાય તે ગણ. (૮) ધર્મનો અનુયાયી તે સંઘ. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર પ્રકારનો સંઘ ગણાય છે. (૯) પ્રવજ્યાધારી છે તે સાધુ અને (૧૦) જ્ઞાન આદિ ગુણમાં સમાન છે તે સમનોજ્ઞ-સમાનશીલ છે. આટલા વૈયાવૃજ્યને પાત્ર છે. તે દશેની સેવા-ભક્તિ પાંચ પ્રકારે થાય છે. બાહ્ય સેવા-શરીર શુશ્રુષા, બહુમાન-હૃદયમાં પ્રેમ, તેમના ગુણની પ્રશંસા, અવગુણનું ઢાંકણ અને આશાતનાનો ત્યાગ.
જ્ઞાન પ્રાપ્તિ, તેને નિઃશંક કરવું અને વિશદ બનાવવું, તેનો