________________
તત્વાર્થાધિગમસૂત્ર
બાહ્ય-અત્તર ઉપાધિ ત્યાગી, વ્યુત્સર્ગથી ટળે આપદા. (૧૭) અર્થ : પ્રાયશ્ચિતના, નવ, વિનયના ચાર, વૈયાવચ્ચના દશ, સ્વાધ્યાયના પાંચ અને વ્યુત્સર્ગના બે ભેદ છે. આલોચન, પ્રતિક્રમણ, આલોચન પ્રતિક્રમણ, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર અને ઉપસ્થાપન એ પ્રાયશ્ચિતના નવ ભેદ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને ઉપચાર એ વિનયના ચાર ભેદ છે. આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શિષ્ય, ગ્લાન, ગણ, કુલ, સંઘ, સાધુ અને સમશીલ જે સેવાને યોગ્ય છે તે અપેક્ષાએ વૈયાવૃત્યના દશ ભેદ છે. તે દશની પાંચ પ્રકારે સેવા કરી સુખ મેળવાય છે. વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, પરાવર્ત્તના અને ધર્મોપદેશ એ સ્વાધ્યાયના પાંચ ભેદ છે. બાહ્ય અને અત્યંતર ઉપાધિનો ત્યાગ એ વ્યુત્સર્ગના બે ભેદ છે.
ભાવાર્થ : જીવનશોધન કરવાના અનેક પ્રકાર છે; તે સર્વ માયશ્ચિત છે. (૧) ગુરુ સમક્ષ શુદ્ધ ભાવે પોતાની થયેલ ભૂલનો સ્વીકાર તે આલોચના છે. (૨) થયેલ ભૂલનો પશ્ચાતાપ કરી તેથી પાછા ફરવું અને ફરી તેવી નવી ભૂલ ન થાય તે માટે સાવધાન રહેવું તે પ્રતિક્રમણ છે. (૩) આલોચના અને પ્રતિક્રમણ સાથે આચરતાં તે મિશ્ર યા તદુભય છે. (૪) આવેલ અકલ્પનીય વસ્તુ માલુમ પડતાં તેનો ત્યાગ તે વિવેક છે. (૫) એકાગ્રતાથી શરીર અને વચનના વ્યાપારનો ત્યાગ તે વ્યુત્સર્ગ છે. (૬) અનશન આદિ બાહ્ય તપ તે તપ છે. (૭) દોષાનુસાર દિવસ, પક્ષ, માસ આદિ દીક્ષાપર્યાયનો છેદ તે છેદ છે. (૮) દોષિત વ્યક્તિનો દોષના પ્રમાણમાં સંસર્ગત્યાગ તે પરિહાર છે. (૯) અહિંસા આદિ મહાવ્રતનો ભંગ થતાં ફરી શરૂથી વ્રતનું આરોપણ તે ઉપસ્થાપન છે. ઘણા ગ્રંથોમાં પરિહાર અને
૨૧૩