________________
-
૨૧૫
તત્વાર્થાધિગમસૂત્ર પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સજઝાય અને ઉત્સર્ગનું વર્ણન सूत्रः - नवचतुर्दशपंचद्विभेदं यथाक्रमम् प्राग्ध्यानात् ॥२१॥
आलोचनप्रतिक्रमणतदुमयविवेकव्युत्सर्गतपश्छेदपरिहारोपस्थापनानि ॥२२॥ ज्ञानदर्शनचारित्रोपचाराः ॥२३॥ आचार्योपाध्यायतपस्विशैक्षकग्लानगणकुलसंघसाधुसमनोज्ञानाम् ॥२४॥ वाचनापृच्छनाऽनुप्रेक्षाम्नायधर्मोपदेशाः ॥२५॥
વહાવ્યંતરોપો પારદા અનુવાદઃ પ્રાયશ્ચિતતા ભેદ નવ છે, વિનયના ચાર વર્ણવ્યા,
વૈયાવચ્ચના ભેદ દશ ને, પાંચ સ્વાધ્યાયે કહ્યા; વ્યુત્સર્ગ તપના ભેદ, બે તત્ત્વાર્થ સૂત્રે વાંચીએ, ચાર ભેદે ધ્યાન સમજી, શુદ્ધ ધ્યાને રાચીએ. (૧૪) આલોચન ને પ્રતિક્રમણ, ઉભય અને વિવેક છે; વ્યુત્સર્ગ, તપ ને છેદ અષ્ટમ, પરિહાર અનેક છે; ઉપસ્થાપન એમ નવવિધ પ્રાયશ્ચિત પિછાણીએ, જ્ઞાન, દર્શન, ચરણ ને ઉપચારે વિનય વખાણીએ. (૧૫) દશભેદ વૈયાવચ્ચના, આચાર્ય ને વાચકવરા, તપસ્વીને શિષ્ય ચોથે, ગ્લાન ગણ કુળસુન્દરા; સંઘ ચાર પ્રકાર સાધુ, દશમ સમશીલ જાણીએ, એ દેશની સેવા કરી પાંચ પ્રકારથી સુખ માણીએ. (૧૬) વાચના ને પૃચ્છના શુભ અનુપ્રેક્ષાભાવના, પરાવર્તન કરી સૂત્રો, ધર્મની ઉપદેશના; એમ પંચવિધ, સ્વાધ્યાય સમજી સર્વદા સેવે મુદ્દા,