________________
૨૧૪
તત્વાર્થાધિગમસૂત્ર તપ છે. તેના બાહ્ય અને અત્યંતર એ બે પ્રકાર છે. શારીરિક ક્રિયાની પ્રધાનતા અને બાહ્ય દ્રવ્યની અપેક્ષાના કારણે બાહ્ય તપ જોઈ શકાય છે; આંતરિક ક્રિયાની પ્રધાનતાના કારણે અત્યંતર તપ જોઈ શકાતું નથી. બાહ્ય તપ છ પ્રકારના છે : (૧) મર્યાદિત સમય માટે આહારત્યાગ તે-ઇવરિક અનશન અને જીવન પર્યંત આહારત્યાગ તે યાવસ્કથિક અનશન તપ છે. (૨) પોતાના સામાન્ય આહાર કરતાં થોડો ઓછો આહાર લેવો તે ઉણોદરી તપ છે; તેને અવમૌદર્યપણ કહે છે. (૩) વિવિધ પદાર્થોની સંગ્રહવૃત્તિ ઓછી કરતા જવી અને તેની મૂચ્છ ઘટાડતા જવી તે વૃત્તિસંક્ષેપ તપ છે. (૪) દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને તળેલ એ છ પદાર્થોનો ત્યાગ તે રસપરિત્યાગ તપ છે. મધ, માખણ, મદ્ય ને માંસ એ ચાર વિકૃતિ સર્વથા વજર્ય છે. (૫) નિર્દોષ એકાંત સ્થળે રહેવું તે શય્યાસલીનતા તપ છે. (૬) ઠંડી, ગરમી તથા વિવિધ આસન અને કેશલુંચન આદિ દ્વારા શારીરિક કષ્ટ સહન કરવું તે કાયકલેશ તપ છે. અત્યંતર તપ છ પ્રકારના છે : (૧) વ્રત નિયમમાં થયેલ સ્કૂલના શોધી સુધારવી તે પ્રાયશ્ચિત તપ છે. (ર) જ્ઞાન આદિ સગુણનું બહુમાન તે વિનય તપ છે. (૩) નિર્દોષ સાધન મેળવી વડીલ, વૃદ્ધ, રોગી, સહધર્મી આદિની સેવાસુશ્રુષા કરવી તે વૈયાવૃત્ય તપ છે. વિનય માનસિક અને વૈયાવૃત્ય શારીરિક ક્રિયારૂપ છે. (૪) જ્ઞાન વિકાસાર્થે શાસ્ત્રાભ્યાસ તે સ્વાધ્યાય તપ છે. (૫) મૂચ્છ-મમત્વ અને અહત્વ-અહંકારનો ત્યાગ તે ઉત્સર્ગ યા વ્યુત્સર્ગ તપ છે. (૬) ચિત્તની ચંચળતા ત્યાગી એકાગ્રતા કેળવવી તે ધ્યાન છે.