________________
તત્વાર્થાધિગમસૂત્ર
૨૧૩
શય્યાસન અને કાયકલેશ એ છ બાહ્ય તપ; અને પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ઉત્સર્ગ અને ધ્યાન એ છ આવ્યંતર તપ છે.
આધ્યાત્મિક શુદ્ધ દશા ટકાવવા અને વિકસાવવા પ્રયત્ન કરવો તે ચારિત્ર્ય છે. પરિણામ વિશુદ્ધિના કારણે તેના પાંચ વિભાગ પાડ્યા છે. (૧) સમભાવમા રહેવા માટે અસત્પ્રવૃત્તિનો સંપૂર્ણ ત્યાગ તે સામાયિક છે. તેના બે વિભાગ છે. નિયત કાલ માટે ગૃહસ્થ જે સામાયિક કરે છે તે ઈત્વરિક સામાયિક છે; અને જીવનકાળ માટે સાધુ જે સામાયિક સ્વીકારે છે તે યાવત્કથિક સામાયિક છે. (૨) પ્રથમની દીક્ષા બાદ જ્ઞાન પ્રાપ્ત થયા પછી વિશિષ્ટ શુદ્ધિ અર્થે ફરીને જીવન પર્યંતની દીક્ષા અપાય છે તે છેદોપસ્થાપ્ય ચારિત્ર્ય છે. પ્રથમની દીક્ષામાં જે કાંઈ દોષાપત્તિ લાગ્યા હોય તેનો તેથી છેદ કરી ફરી તેનામાં દીક્ષાનું આરોપણ આ ચારિત્ર્યથી કરવામાં આવે છે. છેદોપસ્થાપ્ય ચારિત્ર્યના બે વિભાગ છેઃ દોષાપત્તિવાળું ચારિત્ર્ય તે સાતિચાર અને નિર્દોષ ચારિત્ર્ય તે અનતિચાર છેદોપસ્થાપ્ય ચારિત્ર્ય છે. દોષ દૂર કરવા અને શુદ્ધ જીવન જીવવાના પ્રયત્ન સારુ આ ચારિત્ર્ય વારંવાર આપી શકાય છે. (૩) જે ચારિત્ર્યમાં વિશિષ્ટ પ્રકારના તપોમય આચારનું પાલન ક૨વામાં આવે છે તે પરિહાર-વિશુદ્ધિ ચારિત્ર્ય છે. (૪) જે ચારિત્ર્યમાં કષાયનો ઉદય નથી, પરંતુ સૂક્ષ્મ ઉપશમ હોય છે તે સૂક્ષ્મસંપ૨ાય ચારિત્ર્ય છે. (૫) જે ચારિત્ર્યમાં કષાયનો ઉપશમ કે ઉદય એ બંને હોતા નથી તે યથાખ્યાત યા વીતરાગ ચારિત્ર્ય છે. વાસનાની ક્ષીણતા અને આધ્યાત્મિક વિકાસ અર્થે શરીર, ઇન્દ્રિય અને મનને જે જે ઉપાયથી કષ્ટ આપવામાં આવે છે તે