________________
૨૧૨
- તત્વાર્થાધિગમસૂત્ર નિષદ્યા વખતે ચર્યા અને શમ્યા ન હોય તેમજ ચર્યા પરિષદ વખતે શવ્યા અને નિષદ્યા ન હોય. બાવીશમાંથી ત્રણ જતાં બાકીના ઓગણીશ, એકી સમયે જીવમાં હોઈ શકે છે. ચારિત્ર્ય અને તપનું વર્ણન : सूत्रः - सामायिकछेदोपस्थाप्यपरिहारविशुद्धिसूक्ष्म
संपराययथाख्यातानि चारित्रम् ॥१८॥ अनशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्यागविविक्तशय्यासनकायक्लेशा बाह्यं तपः ॥१९॥ प्रायश्चित्तविनयवैयावृत्यस्वाध्यायव्युत्सर्गध्याना
યુત્તરમ્ ર૦૧ અનુવાદ : પ્રથમ સામાયિક બીજું, ઉપસ્થાપન છેદથી,
પરિહારશુદ્ધિ જાણીએ શુભ, ચરણ ત્રીજું ભેદથી; ચારિત્ર્ય ચોથું નામ નિર્મળ, સૂક્ષ્મસંપરાય છે, સર્વ રીતે શુદ્ધ પંચમું, યથાખ્યાત વિખ્યાત છે. (૧૧) પ્રથમ અનશન તપજ સારુ, ઉણોદરિ બીજુ કહે, વૃત્તિ તણો સંક્ષેપ ત્રીજું, ચોથું રસત્યાગજ લહે; વિવિકત શય્યા અને આસન, પાંચમું તપ એકદા, કાયકલંશ જ છઠું મળતાં, બાહ્ય તપ સેવું સદા. (૧૨) પ્રાયશ્ચિત પ્રથમ ભાખ્યું, વિનય તપ બીજે ભલું, વેયાવચ્ચ ત્રીજું તપ, સ્વાધ્યાય ચોથું નિર્મળું; કાયોત્સર્ગ પાંચમું ને, ધ્યાન છઠું ધારીએ, ષભેદ અભ્યતર તણા તપ કરી ભવ વારીએ. (૧૩)
અર્થ : સામાયિક, છેદોપસ્થાપ્ય-છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને વીતરાગ યથાખ્યાત એ પાંચ ચારિત્ર્ય છે. અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, વિવિકત