________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૩૯ છે. હિંસા, ચોરી, મૈથુન, આદિ અશુભ કાર્ય યોગ અને દાન, દયા, બ્રહ્મચર્ય આદિ શુભ કાર્ય યોગ છે. સત્ય અને નિરવદ્ય વચન, મૃદુ અને સભ્ય વચન એ શુભ વચનયોગ; અસત્ય અને સાવધવચન, મિથ્યાવચન, કઠોરવચન આદિ અશુભ વચન યોગ છે. બીજાના અનિષ્ટનું ચિંતન તે અશુભ મનોયોગ, અને બીજાના હિતનું ચિંતન તે શુભ મનયોગ છે. શુભ યોગની પ્રવૃત્તિથી પુણ્ય અને અશુભ યોગની પ્રવૃત્તિથી પાપનો બંધ થાય છે. આ વિધાન આપેક્ષિક છે. શુભ યોગની તીવ્રતા સમયે પુણ્ય પ્રકૃતિની રસમાત્રા અધિક અને પાપ પ્રકૃતિની રસમાત્રા હીન-ન્યૂન હોય છે; તેજ રીતે અશુભ યોગની તીવ્રતા સમયે પાપ પ્રકૃતિની રસમાત્રા અધિક અને પુણ્ય પ્રકૃતિની રસમાત્રા ન્યૂન હોય છે.
ક્રોધ આદિ કષાયનો ઉદય જ્યાં હોય ત્યાં સકષાયી અને જ્યાં તેનો ઉદય ન હોય ત્યાં અકષાયી યોગ છે. પહેલા દસ ગુણસ્થાને વર્તતા જીવ ન્યૂનાધિક પ્રમાણમાં સકષાયી છે અને અગિયારથી ચૌદ ગુણસ્થાને વર્તતા જીવ અકષાયી છે. જીવને સંપરાય-સંસાર વૃદ્ધિ કરનાર કર્મ સાંપરાયિક છે. ભીના ચામડા પર હવા દ્વારા આવી પડતી રજ તેને ચોંટી જાય છે તેમ યોગ દ્વારા આકૃષ્ટ કર્મ કષાયોદયના કારણે આત્મા સાથે એકમેક બને છે તે સાંગાયિક કર્મ છે. કષાયના અભાવે માત્ર ગમનામનગરૂપ પ્રવૃત્તિથી આકૃષ્ટ કર્મની સ્થિતિ એક સમયની છે; તે આવીને તરત જ છૂટી જાય છે. સકષાયી જીવ ત્રણ પ્રકારના યોગથી અશુભ કર્મ બાંધે છે; તે કષાયની તીવ્રતા મંદતા અનુસાર જૂનાધિક સ્થિતિ અને રસના ફળનું કારણ બને છે. કષાયન્ના અભાવે ઈર્યાપથકર્મ રસ વિના બંધાય છે; એટલે તેના પરિણામમાં ભોગવવાપણું રહેતું નથી, તેથી તેની સ્થિતિ એક સમયની કહી છે.