________________
૧૪)
તત્વાર્થાધિગમસૂત્ર હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ પાંચ અવ્રત છે; તેનું સ્વરૂપ અધ્યાય સાતના સૂત્ર આઠથી બારમાં દર્શાવશે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય છે; તેનું સ્વરૂપ અધ્યાય આઠના દસમા સૂત્રમાં વર્ણવાશે. સ્પર્શન, રસન, ધ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ ઇન્દ્રિયો છે; તેનું અને તેના વિષયનું વર્ણન અધ્યાય બીજાના સૂત્ર વીશ એકવીશમાં દર્શાવ્યું છે. સ્વરૂપ માત્રથી કોઈપણ ઇન્દ્રિય કર્મબંધનું કારણ નથી; પરંતુ તે ઇન્દ્રિયની રાગ દ્વેષયુક્ત પ્રવૃત્તિ તે કર્મબંધનું કારણ છે. હવે પચીશ ક્રિયાનું વર્ણન શરૂ થાય છે. (૧) દેવ, ગુરુ અને શ્રુતનો વિનય તે સમ્યકત્વ ક્રિયા છે. (૨) સરાગ દેવ, ગુરુ અને શાસ્ત્રનો વિનય તે મિથ્યાત્વ ક્રિયા છે. (૩) દેહની પ્રવૃત્તિ તે પ્રયોગ ક્રિયા છે. (૪) ત્યાગીની ભોગ આકાંક્ષા તે સમાદાન ક્રિયા છે. (૫) અકષાયીની ગમનાગમનરૂપ પ્રવૃત્તિથી બંધાતી એક સમય સ્થિતિ તે ઈર્યાપથિક ક્રિયા છે. (૬) દુષ્ટ હેતુથી કાયાની પ્રવૃત્તિ તે કાયિકી ક્રિયા છે. (૭) હિંસક શસ્ત્ર આદિનો સંગ્રહ તે અધિકરણ ક્રિયા છે. (૮) ક્રોધના આવેશથી થતી ક્રિયા તે પ્રાદેષિકી ક્રિયા છે. (૯) પ્રાણીને સતાવવા રૂપ પારિતાપનિકી ક્રિયા છે. (૧૦) પાંચ ઇન્દ્રિય, મનોબળ, વચનબળ, અને કાયાબળ તથા શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દશ પ્રાણ છે. લાક્ષણિક રીતે ધનસંપત્તિને અગીયારમો પ્રાણ પણ કહે છે. ઉપરોક્ત દશ પ્રાણમાંના કોઈ એક કે બધા પ્રાણ નાશની પ્રવૃત્તિ તે પ્રાણાતિપાતિકી ક્રિયા છે. (૧૧) રમણીય રૂપદર્શનની રાગવશ પ્રવૃત્તિ તે દર્શન ક્રિયા છે. (૧૨) અનુકૂળ સ્પર્શની રાગવશ પ્રવૃત્તિ તે સ્પર્શન ક્રિયા છે. (૧૩) નવાં શસ્ત્રો બનાવવા તે પ્રાયયિકી ક્રિયા છે. (૧૪) રાજમાર્ગ ઉપર મળમૂત્ર નાંખવા તે