________________
તત્વાર્થાધિગમસૂત્ર
- ૧૪૧ સમન્નાનુપાતન ક્રિયા છે. (૧૫) અવલોકન અને પ્રમાર્જન વિના આસન શય્યા આદિ કરવાં તે અનાભોગ ક્રિયા છે (૧૬) બીજાને કરવા યોગ્ય પ્રવૃત્તિ પોતે કરવી તે સ્વસ્તિકી ક્રિયા છે (૧૭) પાપરૂપ પ્રવૃત્તિમાં અનુમતિ તે નિસર્ગ ક્રિયા છે. (૧૮) બીજાના પાપ ઉઘાડા પાડવા તે વિદારણ ક્રિયા છે. (૧૯) સંયમપાલનશક્તિના અભાવે આજ્ઞાવિરુદ્ધ પ્રવૃત્તિ તે આજ્ઞાવ્યાપાદિકી યા અનયની ક્રિયા છે. (૨૦) આળસમાં દંભથી શાસ્ત્રોક્ત વિધિ પ્રતિ અનાદર તે અનવકાંક્ષ ક્રિયા છે. (૨૧) તાડન, તર્જન, વધ આદિ પ્રવૃત્તિમાં રક્ત બનવું યા અનુમોદન આપવું તે આરંભ ક્રિયા છે. (૨૨) પરિગ્રહનો ત્યાગ ન કરવો તે તે પારિગ્રાણિકી ક્રિયા છે. (૨૩) જ્ઞાન, દર્શન આદિ વિષયમાં અન્યને છેતરવા તે માયા ક્રિયા છે. (૨૪) મિથ્યાષ્ટિની પ્રવૃત્તિની અનુમોદના મિથ્યાદર્શન ક્રિયા છે અને (૨૫) પાપવ્યાપારથી નિવૃત્ત ન થવું તે અપ્રત્યાખ્યાન ક્રિયા છે. આ પચીશ ક્રિયા પાંચ પાંચના પંચકરૂપ છે. તેમાંની એક ઈર્યાપથક્રિયા, સાંપરાયિક કર્મના આશ્રવરૂપ નથી; બાકીની ચોવીશ કષાયપ્રેરિત હોઈ સામ્પરાયિક કર્મના છે. અવત, કષાય, ઇન્દ્રિય અને ક્રિયાએ દરેકના કર્મબંધનનું કારણ રાગદ્વેષરૂપ કષાય છે; છતાં અવ્રત આદિનું જુદું નિરૂપણ કષાયજન્ય પ્રવૃત્તિના નિર્દેશ પૂરતું છે. અવ્રત, કષાય, ઇન્દ્રિયપ્રવૃત્તિ, અને ક્રિયા આદિથી બંધાતા કર્મમાં વિશેષતા આવવાના નીચે પ્રમાણે કારણો છે : (૧) કષાયના કારણે આત્મપરિણામની તીવ્રતામંદતા, (૨) ઈરાદાપૂર્વક યા અજાણમા થતી - જ્ઞાત અજ્ઞાતપ્રવૃત્તિ (૩) પ્રવૃત્તિમાં ફોરવાતા–વીર્ય-બળની ન્યૂનાધિકતા. (૪) જીવઅજીવરૂપ અધિકરણની ન્યૂનાધિકતા. આ જુદા કારણોની