________________
તત્વાધિગમગ વર્તમાન ભાવની અપેક્ષાએ મુમાન જીવ એક સમયમાં જ મોક્ષ પ્રાપ્ત કરતો હોવાથી લૌકિક કાળચક્ર તે માટે ઉપયોગી નથી; પરંતુ જુદા જુદા સિદ્ધ જીવોની અપેક્ષાએ કેટલાક ઉત્સર્પિણીમાં અને કેટલાક અસર્પિણીમાં સિદ્ધ થાય છે. મહાવિદેશ ક્ષેત્ર અને સંવરણની અપેક્ષાએ જીવો સર્વકાલ પણ સિદ્ધ થઈ શકે છે. ઉત્સર્પિણીના ત્રીજા અને ચોથા આરામાં અને અવસર્પિણીના ત્રીજા, ચોથા અને પાંચમાં આરામાં સિદ્ધ થતા જીવોના દાંતો નજર સામે છે, તેજ રીતે મહાવિદેહમાં સિદ્ધ થતો જીવોના દષ્ટાંતો છે; સંહરસિદ્ધના દાંત નથી. - વર્તમાન ભાવની દૃષ્ટિએ સિદ્ધ સિદ્ધશિલામાં છે; પરંતુ અંતિમ ભવની અપેક્ષાએ મનુષ્ય ગતિમાંથી અને તે પહેલાના ભવની અપેક્ષાએ ચારે ગતિમાંથી સિદ્ધ થઈ શકાય છે. અંતિમ ભવની અપેક્ષાએ ભગવાન મહાવીર મનુષ્ય દેહથી અને તે પહેલાના ભાવની અપેક્ષાએ દેવગતીથી સિદ્ધ છે. ભગવાન પદ્મનાભ અંતિમ ભવની દૃષ્ટિએ મનુષ્ય દેહથી અને તે પહેલાની અપેક્ષાએ નારક દેહથી સિદ્ધ થશે.
વર્તમાન દૃષ્ટિએ અવેદજ સિદ્ધ થાય છે. ભૂતકાળની દૃષ્ટિએ સ્ત્રી, પુરુષ અને નપુંસક એ ત્રણ લિંગ રૂપ વેદમાંથી સિદ્ધ થાય છે. બીજા અર્થ અનુસાર ભાવલિંગ-વીતરાગ ભાવે સિદ્ધ થવાયછે. દ્રવ્યલિંગ અનુસાર જૈનલિંગ-મુનિવેષમાં, જૈનેતરલિંગઅન્ય તાપસ આદિ વેશમાં અને ગૃહસ્થલિંગ-ગૃહસ્થવેશમાં સિદ્ધ થવાય છે. ચંદનબાળા, ગૌતમસ્વામી અને ભીષ્મપિતામહ એ અનુક્રમે સ્ત્રી, પુરુષ અને નપુંસકલિંગે સિદ્ધ થયાનાં દષ્ટાંત છે. આમાં ભીષ્મપિતામહ કૃત્રિમ નપુંસક હતા; જ્યારે મૂળ નપુંસકને સિદ્ધ ગતિ હોતી નથી. ગૌતમસ્વામી જૈનલિંગ, વલ્કાલચીરી તથા