________________
૨૩૫
તત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધત્વ ભાવનું અસ્તિત્વ પણ સ્વીકાર્યું છે. સિદ્ધત્વ ભાવમાં ક્ષાયિકવીર્ય, ક્ષાયિકચારિત્ર્ય અને સાયિકસુખ આદિ સમાય છે. આમ સંપૂર્ણ કર્મ અને તે સાથે તેના આશ્રિત, ઔપથમિક આદિ ભાવોનો નાશ થતાં જીવ એક સમયમાં ત્રણ કાર્ય કરે છે. (૧ શરીરનો વિયોગ (૨) સિદ્ધમાનગતિ અને (૩) લોકાંતપ્રાપ્તિ. જીવ અને પુદ્ગલ એ બે ગતિશીલ દ્રવ્યો છે. જીવની સ્વાભાવિક ગતિ ઉર્ધ્વ અને પુલની સ્વાભાવિક ગતિ અધો છે. નિમિત્તના કારણે એ બંનેની સ્વાભાવિક ગતિમાં ફરક પડે છે. નિમિત્ત છૂટતાં મુક્ત જીવ સ્વાભાવિક ગતિનો અધિકારી બને છે. પૂર્વ કર્મ છૂટવાના કારણે પ્રાપ્ત થતો સ્વાભાવિક વેગ તે પૂર્વ પ્રયોગ છે. આ પૂર્વપ્રયોગના કારણે મુમાન જીવ લોકના અંત સુધી ઉર્ધ્વગતિ કરે છે; તેથી આગળ ધર્માસ્તિકાય ન હોવાથી ગતિ થતી નથી. જેમ માટીના લેપવાળું તુંબડું પાણીમાં લેપ ધોવાઈ જવાથી અસંગ બની તરે છે તેમ સંગહીન જીવ ઉંચે ગતિ કરે છે. જેમ દીવેલીનાં ઉપરના પડનું બંધન તૂટતાં એરંડબીજ છટકે છે તેમ કર્મબંધન તૂટતાં જીવ છૂટે છે અને ઊંચે ગતિ કરે છે. ગતિના પરિણામે જીવ ઉર્ધ્વગતિ કરે છે કારણ કે શુદ્ધ જીવ ઉર્ધ્વ ગતિશીલ છે.
સાંસારિક ભાવોના અભાવે સિદ્ધજીવોમાં કોઈ ભેદ નથી; પરંતુ ભૂતકાળની દૃષ્ટિએ તેના ભેદ વિચારી શકાય છે. " વર્તમાન ભાવની અપેક્ષાએ સર્વસિદ્ધનું ક્ષેત્ર સિદ્ધશિલા છે; પરંતુ ભૂતકાળની દષ્ટિએ જુદા જુદા સિદ્ધ જીવોની નિર્વાણ ભૂમિ જુદી જુદી છે. કેટલાક પંદર કર્મભૂમિમાં સિદ્ધ થાય છે, કેટલાક સંહરણના કારણે અકર્મભૂમિમાં પણ સિદ્ધિ થાય છે. કર્મભૂમિમાં સિદ્ધના દષ્ટાંતો તો નજર સામે છે; પરંતુ સહરણસિદ્ધના દૃષ્ટાંતો નથી.