________________
૨૩૪.
તત્વાધિગમસૂત્ર કર્મ ચાર પ્રકારના છે. (૧) જ્ઞાનાવરણ, (૨) દર્શનાવરણ, (૩) મોહનીય અને (૪) અંતરાય, મોહનીય કર્મ બળવાન હોવાથી પહેલાં તેનો ક્ષય થાય છે અને પછી અંતઃમુહૂર્તમાં બાકીના ત્રણનો ક્ષય થાય છે. કેવળજ્ઞાન એ સામાન્ય અને વિશેષ જ્ઞાનરૂપ હોઈ કેવલદર્શન અને કેવલજ્ઞાનરૂપ છે.
બાંધેલ કર્મનો ક્ષય તો નિરંતર થયા કરે છે; પરંતુ તે સાથે નવાં કર્મ પણ બંધાયા કરે છે. કર્મક્ષય વખતે કર્મબંધનો સંભવ ન હોય ત્યારે તે કર્મનો આત્યંતિક યા અંતિમ ક્ષય છે. બંધ હેતુના અભાવે અને નિર્જરા દ્વારા કર્મનો આત્યંતિક ક્ષય થાય છે. મોહનીય આદિ ચાર ઘાતી કર્મ ક્ષય થતાં વીતરાગત્વ યા સર્વજ્ઞભાવ પ્રકટે છે. તે સમયે વેદનીય આદિ ચાર અઘાતી કર્મ વિરલરૂપે શેષ રહે છે; તેથી મોક્ષ હોતો નથી. મોક્ષ માટે અઘાતી કર્મનો ક્ષય પણ જરૂરનો છે. આમ સંપૂર્ણ કર્મનો અભાવ જ્યારે સિદ્ધ થાય છે ત્યારે જનમમરણનું ચક્ર બંધ પડે છે. તે જ મોક્ષ છે.
જેમ સકલ કર્મો નાશ તેમ આત્માના સાપેક્ષ ભાવોનો પણ નાશ મોક્ષ માટે જરૂરી છે. ઔદયિક, ઔપશમિક અને ક્ષાયોપથમિક એ ત્રણ ભાવનો સંપૂર્ણ નાશ થાય છે; ક્ષાયિક અને પારિણામિક ભાવ માટે તેવો એકાંત નથી. પરિણામિક ભાવમાંથી માત્ર ભવ્યત્વ ભાવનો નાશ છે; બાકીના ભાવો રહે છે. કારણ એ છે કે પારિણામિક ભાવમાંના જીવત્વ, અસ્તિત્વ આદિ ભાવ મોક્ષ અવસ્થામાં પણ હોય છે. ક્ષાયિકભાવ કર્મસાપેક્ષ હોવા છતાં મોક્ષમાં તેનો અભાવ નથી; તેથી સૂત્રમાં ક્ષાયિક સમ્યકત્વ આદિ ભાવો સિવાય બાકીના ભાવોનો નાશ મોક્ષનું કારણ છે એમ દર્શાવ્યું છે.
ક્ષાયિક સમ્યકત્વ, કેવળજ્ઞાન, કેવળદર્શન આદિ સાથે