________________
તત્વાર્થાધિગમસૂત્ર
પૂર્વ પ્રયોગે, સંગરહિતે, બંધ છેદન ભાવમાં, ગતિ તણા પરિણામ દ્વારા, સિદ્ધ ગતિ પ્રસ્તાવમાં. (૩) ક્ષેત્ર, કાળે, ગતિ, લિંગે, તીર્થ, ચરણદ્વારમાં, પ્રત્યેક બુદ્ધ, જ્ઞાન સાથે, અવગાહ વિચારમાં; અંતર, સંખ્યા, અલ્પબહુતા, બાર દ્વારો લેખવા, સિદ્ધ પદમાં અવતરણથી મોક્ષ દ્વારો દેખવા. (૪) અનુવાદકારનું “અંતિમ મંગલ” સ્તંભનપતિ શ્રીવામાનંદન, પાર્શ્વપ્રભુ વંદન કરું, શ્રીવિજયનેમિ સુશીષ્યચરણે, સુરિઅમૃત સુખકરું; ખંભાતનગરે રહી શરણે, રામવિજય ચિત્ત ધરો, અનુવાદ પૂરો ભાવ મધુરો, સંઘ મંગલ જય વરો. (૫) અર્થ : મોહનીય સહિત જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એમ ચાર ઘાતીકર્મ ક્ષય થતાં સર્વજ્ઞ થવાય છે. જેના પ્રભાવે જીવ સર્વ વસ્તુ સર્વ પર્યાય સહિત જાણી શકે છે. બંધ હેતુના અભાવે, નિર્જરાના પ્રયોગે અને યોગદ્વારા સર્વ કર્મનો ક્ષય થાય છે. સર્વ કર્મનો ક્ષય તેજ મોક્ષ છે. ઉપશમ આદિ અને ભવ્યત્વ આદિ ભાવોના અભાવે સમક્તિ, કેવળજ્ઞાન, દર્શન અને સિદ્ધત્વ પ્રગટે છે. આમ સકળ કર્મનો ક્ષય થતાં એક સમયમાં જીવ લોકના અંત સુધી ઉંચે જાય છે. પૂર્વપ્રયોગ, સંગ્રહીનતા, બંધછેદ અને ગતિપરિણામના કારણે સ્વાભાવિક ગતિ તેને મળે છે. ક્ષેત્ર, કાળ, ગતિ, લિંગ, તીર્થ, ચરણ-ચારિત્ર્ય, પ્રત્યેક બુઢ્ઢબોધિત, જ્ઞાન, અવગાહના, અંતર, સંખ્યા અને અલ્પબહુત્વ એ બાર પ્રકારે સિદ્ધની વિચારણા કરી શકાય છે.
૨૩૩
ભાવાર્થ : ઘાતી કર્મનો નાશ થતાં ચેતના નિરાવરણ બને છે; તેના પરિણામે જીવમાં કેવલ ઉપયોગ પ્રગટે છે. ઘાતી