________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૩૩ અનંત ગુણનો અખંડ સમુદાય તે દ્રવ્ય છે; છતાં આત્માના ચેતના, આનંદ, ચારિત્ર્ય, વીર્ય આદિ માત્ર પરિમિત ગુણ છદ્મસ્થની કલ્પનામાં આવી શકે છે. સર્વ નહિ. તે જ રીતે પુગલના રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ કેટલાક ગુણની કલ્પના થઈ શકે છે; સર્વની નહિ. આનું કારણ એ છે કે આત્મા યા પુદ્ગલ દ્રવ્યના સર્વપર્યાય પ્રવાહ માત્ર વિશિષ્ટ જ્ઞાની જ જોઈ શકે છે. જે ગુણનો વ્યવહાર છદ્મસ્થ કરી શકે છે તે વિકલ્પ છે; બાકીના કેવલીગમ્ય છે. સૈકાલિક અનંત પર્યાયોના એક એક પ્રવાહની કારણભૂત એક એક શક્તિ યા ગુણ અને તેવી અનંત શક્તિનો સમુદાય તેજ દ્રવ્ય છે. આ કથન પણ સાપેક્ષ દૃષ્ટિએ જ છે. અભેદ દૃષ્ટિએ પર્યાય પોતાના કારણભૂત ગુણ સ્વરૂપ અને ગુણ પોતે દ્રવ્ય સ્વરૂપ હોઈ ગુણપર્યાયયુક્ત દ્રવ્ય છે. દ્રવ્યમાં સર્વ ગુણ સરખા હોતા નથી. કેટલાક સર્વ દ્રવ્યોને લાગુ પડતા સામાન્ય ગુણ હોય છે અને કેટલાક જુદા જુદા દ્રવ્યના વ્યક્તિત્વને જુદું તારવતા વિશિષ્ટ ગુણ હોય છે. અસ્તિત્વ, પ્રદેશત્વે, શેયત્વ આદિ સામાન્ય અને ચેતનારૂપ આદિ વિશેષ ગુણ છે. પ્રત્યેક દ્રવ્ય તેના અસાધારણ ગુણ અને તેના પર્યાય પ્રવાહના કારણે ભિન્ન છે. પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ હોવાથી તેના ગુણ ગુરુલઘુ હોઈ તેના પર્યાય પણ ગુરુલઘુ હોય છે. બાકીના દ્રવ્યો અરૂપી હોઈ તેના ગુણ અને પર્યાય અગુરુલઘુ હોય છે.
સૂત્રકાર કાળને દ્રવ્ય તરીકે સર્વસંમત માનતા નથી; અને ઉમેરે છે કે કોઈ આચાર્ય તેને દ્રવ્યરૂપ માને છે. તેના પર્યાયોનું વર્ણન સૂત્ર બાવીશમાં કર્યું છે. વર્તમાનકાલીન પર્યાય એક સમયનો અને ભૂતકાળના પર્યાય અને ભવિષ્યકાલીન પર્યાય અનંત સમયી છે. કાળના સમયમરૂપ પર્યાય છે; તે