________________
૧૩૪
તત્વાર્થાધિગમસૂત્ર અનંતસમયી છે. ગુણ અને ભાવનું સ્વરૂપ : સૂત્ર - દ્રવ્યાશ્રયા નિપજાપુI: I૪૦
तद्भावः परिणामः ॥४१॥ અનાલિસહિમાંશ ગાઝરી रुपिष्वादिमान् ॥४३॥
योगोपयोगी जीवेषु ॥४४॥ અનુવાદ : દ્રવ્યનો આશ્રય કરે જે, નિર્ગુણી તે ગુણ ભણું,
પદ્રવ્યનો જે ભાવ વર્તી, તેહ પરિણામજ ગણું; અનાદિ ને આદિ થકી તે, ભેદ બે પરિણામના, રૂપી અરૂપી વસ્તુઓની, આદિ અનાદિ ભાવના. (૧૩) જીવના જે યોગ વર્તે, ઉપયોગે સહચરી, તેહ પણ પરિણામ આદિ, શાસ્ત્ર શાખે અનુસરી અધ્યાય પંચમ સૂત્ર ચાલીશ, અધિક ચારે ભાવના, સૂત્ર અર્થો એક મનથી, સાધતા સરે કામના. (૧૪)
અર્થ : દ્રવ્યનો આશ્રય કરનાર ગુણ નિર્ગુણી છે, અર્થાત્ ગુણમાં ગુણ હોતો નથી. ગુણ એ છએ દ્રવ્યનો ભાવવર્તી પરિણામ છે. પરિણામ આદિ અને અનાદિ એ બે પ્રકારના છે. રૂપી અરૂપી વસ્તુમાં આદિ-અનાદિ ભાવરૂપે તે પરિણામ હોય છે. ઉપયોગ અને જીવના મન, વચન અને કાય એ ત્રણ યોગ તે જીવના પરિણામ છે તેની શાસ્ત્ર સાક્ષી પૂરે છે. પાંચમાં અધ્યાયના ચુંમાલીશ સૂત્રના એકાગ્રતાથી અર્થ કરતાં કામના સિદ્ધ થાય છે.
ભાવાર્થઃ ગુણ એ દ્રવ્યમાં નિત્ય વર્તમાન શક્તિ છે; જે પર્યાયની જનની છે. ગુણ નિત્ય હોઈ દ્રવ્યાશ્રિત છે; જ્યારે પર્યાય