________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૩૫
અનિત્ય હોઈ ઉત્પાદ અને વ્યયશીલ છે. ગુણ યા શક્તિમાં ગુણાંતર યા શક્તિઅંતર માનતા અનવસ્થા દોષ આવે છે; તેથી દ્રવ્યાશ્રિત ગુણ ગુણ વિનાનો મનાય છે; આત્માના ચેતન, વીર્ય, ચારિત્ર્ય, આનંદ, સમ્યક્ત્વ આદિ, પુદ્ગલના રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ દરેક ગુણ નિર્ગુણ છે.
.
દ્રવ્યમાં મૂળરૂપે ટકી રહી ઉત્પન્ન અને નષ્ટ થવું તે ગુણનો પરિણામ છે, કોઈ દ્રવ્ય કે કોઈ ગુણ એવો નથી કે જે સર્વથા અવિકારી હોય. પર્યાયાંતર-અવસ્થાંતર થવા છતાં કોઈ દ્રવ્ય કે કોઈ ગુણ પોતાનું મૂળરૂપ તજતાં નથી. દ્રવ્ય કે ગુણ પોતાનું સ્વરૂપ ગુમાવ્યા વિના પ્રતિ સમય નિમિત્ત અનુસાર પર્યાય બદલી ભિન્ન ભિન્ન અવસ્થા પ્રાપ્ત કરે છે તેજ દ્રવ્ય અને ગુણનું પરિણામ છે. ઉદા૦ જીવ પોતે મનુષ્ય, પશુ, પક્ષી ગમે તે સ્વરૂપ ધારણ કરે, પરંતુ તેનામાં આત્મત્ય-ચેતના એ કાયમ રહે છે. તે જ રીતે જ્ઞાનરૂપ સાકારોપયોગ કે દર્શનરૂપ નિરાકારોપયોગ ગમે તે હોય તો પણ ઉપયોગ પર્યાયાંતરમાં પણ જીવનું ચેતનત્વ ટકી રહે છે. યણુંક, ત્રણણુંક આદિ સકધંની અનેક અવસ્થા હોવા છતાં પુદ્ગલ તેનું પુદ્ગલત્વ તજતું નથી; તેમજ પીત, નીલ આદિ પર્યાય બદલાતાં છતાં રૂપત્વ આદિ ગુણ પુદ્ગલ તજતા નથી. આજ રીતે પ્રત્યેક દ્રવ્ય યા વસ્તુ અને તેના મૂળ ગુણ અને પરિણામની ઘટના સમજવાની છે.
પરિણામ બે પ્રકારના છે (૧) સાદી-આદિમાન અને (૨) અનાદિમાન. જે કાળની પૂર્વ મર્યાદા જાણી શકાય છે તે આદિમાન છે; અને જેની પૂર્વ મર્યાદા જાણી શકાતી નથી તે અનાદિમાન છે. સર્વ દ્રવ્યોમાં બંને પ્રકારના પરિણામ હોય છે. પ્રવાહની અપેક્ષાએ અનાદિ અને વ્યક્તિની અપેક્ષાએ સાદી એ