________________
૧૩૬
તત્વાર્થાધિગમસૂત્ર પ્રમાણે એ બે પરિણામ ઘટાવવાના છે. આટલો ઉલ્લેખ કરી ભાષ્યવૃત્તિકાર પ્રશ્ન ઉઠાવે છે કે આ અર્થ પ્રસ્તુત સૂત્ર કે તેના ભાષ્યમાં કેમ સૂચવાયો નથી? વૃત્તિકારના ઉપરોક્ત પ્રશ્ન પરથી પં. સુખલાલજી નવી કલ્પના રજૂ કરે છે. સૂત્રકારને અનાદિ શબ્દથી આગમપ્રમાણગ્રાહ્ય અને આદિ શબ્દથી પ્રત્યક્ષપ્રમાણે ગ્રાહ્ય અર્થાત્ ઇન્દ્રિય ગ્રાહ્યએ અર્થ અભીષ્ટ હોય. ઉપરોક્ત અર્થ બરાબર હોય તો વિભાગ સરળ બની જાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને જીવાસ્તિકાય એ અરૂપી દ્રવ્યના પરિણામ અનાદિ હોઈ આગમપ્રમાણગ્રાહ્ય છે અને પુદ્ગલના પરિણામ આદિમાન હોઈ ઇંદ્રિયગ્રાહ્ય છે. જીવે અરૂપી હોવા છતાં તેના યોગ, ઉપયોગ, આદિ પરિણામ આદિમાન હોઈ ઈન્દ્રિયગ્રાહ્ય છે; જ્યારે બાકીના પરિણામ અનાદિ હોઈ આગમગ્રાહ્ય છે. આ વિષયમાં સૂત્રકારને શું અભિપ્રેત છે તે કેવલી જાણે.
तत्त्वार्थाधिगमे सूत्रे, सानुवादविवेचने ॥ अध्यायःपञ्चमःपूर्णो; द्रव्यभेदविबोधकः ॥५॥
* * *