________________
તત્વાર્થાધિગમસૂત્ર અન્ય દેવો પણ વિમાનવાસી હોય છે. તેના કલ્પોપપન્ન અને કલ્પાતીત એ બે વિભાગ છે. આ દેવો તિરછાપણે રહેતા નથી; પરંતુ તે એક બીજાની ઉપર ઉપર વસે છે.
મેરુના દક્ષિણભાગથી ઉપલક્ષિત્ આકાશ પ્રદેશમાં જ્યોતિષ્ક ઉપર અસંખ્યાત યોજને સૌધર્મ અને તેની ઉત્તરે ઈશાન એ બે કલ્પ છે. તેનાથી અધિક ઉંચે તેની સમશ્રેણીમાં સનતકુમાર અને માહેન્દ્ર એ બે કલ્પ છે. તેની ઉપર સમશ્રેણીમાં અનુક્રમે બ્રહ્મ, લાંતક, મહાશુક્ર અને સહસ્ત્રાર એ ચાર-કલ્પ એક બીજાની ઉપર ઉપર છે. તેના પર સમશ્રેણીમાં આનત, પ્રાણત, એ બે કલ્પ અને તેની ઉપર તેજ પ્રમાણે આરણ અને અય્યત એ બે કલ્પ છે. આ બાર કલ્પ કલ્પોપન્ન દેવોના છે. આ બાર કલ્પના દશ ઇંદ્ર છે. (૧) સુધર્મા (૨) ઈશાન (૩) સનકુમાર (૪) માહેન્દ્ર (૫) બ્રહ્મ (૬) લાંતક (૭) શુક્ર (૮) સહસ્ત્રાર (૯) આનતઃ (૧૭) પ્રાણત (૧૧) આરણ (૧૨) અશ્રુત. તેના ઉપર એક બીજાની ઉપર-મનુષ્યની ગ્રીવા-ડોકની માફક સુદર્શન, સુપ્રતિબદ્ધ, મનોરમ, સર્વતોભદ્ર, સુવિશાલ, સુમનસ, સૌમનસ, પ્રિયંકર અને નંદિકર એ નવ રૈવેયક દેવોના વિમાનો છે. તેના ઉપર વિજય, વૈજયંત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ પાંચ અનુત્તરવાસી દેવના વિમાન છે. નવરૈવેયક અને પાંચઅનુત્તરવિમાનવાસી દેવો કલ્પાતીત છે. કલ્પોપપન દેવોમાં સ્વામી-સેવકભાવ હોય છે; જ્યારે કલ્પાતીત સર્વ દેવો, ઇંદ્ર સમાન હોઈ અહમિદ્ર કહેવાય છે. મનુષ્ય લોકમાં ગમનાગમનરૂપ ક્રિયા માત્ર કલ્પોપપન્ન દેવો જ કરે છે; કલ્પાતીત નહિ.