________________
૧૦૧
તત્વાર્થાધિગમસૂત્ર અનુવાદ : સ્થિતિ શબ્દ જીવ કેરું, આયુ બે ભેદ કરી,
ઉત્કૃષ્ટને જઘન્ય ભેદ, ધારવું તે ચિત્ત ધરી; ભવનપતિના દેવ દક્ષિણ, દિશિ ભાગે જે રહે, દોઢ પલ્યોપમ તણું છે, આયુ એમ બહુ શ્રુત કહે. (૧૯) શેષ ઉત્તરદિશિ ભાગે, દેવ વસતા બાકીના, પાઉણા બે પલ્ય કેરા, કાળંગમતા ભોગના; અસુરના વળી ઈન્દ્ર દક્ષિણ, એક સાગર ભોગવે, ઉત્તર તણા વળી ઈન્દ્ર ભોગો, અધિક સાગર અનુભવે. (૨૦)
અર્થ : સ્થિતિ શબ્દથી ઉત્કૃષ્ટ અને જધન્ય આયુષ્ય સમજવાનું છે. દક્ષિણ દિશામાં રહેલા ભવનપતિનું દોઢ પલ્યોપમનું અને ઉત્તર દિશામાં રહેલા ભવનપતિનું પોણા બે પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે. દક્ષિણ દિશામાં રહેતા અસુરેન્દ્રનું એક સાગરોપમ અને ઉત્તર દિશાવાસી અસુરેન્દ્રનું સાગરોપમથી કાંઈક અધિક આયુષ્ય હોય છે.
ભાવાર્થ : દેવોના ઉત્કૃષ્ટ આયુષ્યનું વર્ણન કરવામાં આવે છે. ભવનપતિના દશ પ્રકાર છે; અને તે દરેકના ઉત્તરાર્ધ અને દક્ષિણાઈ એમ બે પ્રભેદ બતાવ્યા છે. તેમાં દક્ષિણાર્ધના ચમર અસુરેન્દ્રની એક સાગરોપમની, અને ઉત્તરાર્ધના બલિ અસુરેન્દ્રની એક સાગરોપમથી કાંઈક અધિક સ્થિતિ છે. દક્ષિણાર્ધના બાકીના નવ ઈન્દ્રોની - દોઢ પલ્યોપમ, અને ઉત્તરાર્ધના બાકીના નવ ઇન્દ્રોની પોણા બે પલ્યોપમ સ્થિતિ છે. વૈમાનિક દેવનું ઉત્કૃષ્ટ આયુષ્ય : સૂત્ર: – સૌથર્યાવિ યથાશ્રમ જરૂર