________________
૧૦૦
તત્વાર્થાધિગમસૂત્ર કરી મનુષ્યભવ પામી તે ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો એકાવતારી હોઈ દેવ આયુષ્ય પૂર્ણ કરી મનુષ્ય જન્મ પામી તે ભવમાં મોક્ષે જાય છે. બાકીના દેવા માટે મોક્ષે જવાનો કોઈ નિયમ નથી. તિર્યંચની વ્યાખ્યા : સૂત્ર - ગણપતિ મનુષ્યઃ શેષાતિર્યયોનઃ iારા અનુવાદ : ઔપપાતિક શબ્દથી વળી, દેવનરકો જાણવા,
નરગતિ એમ છેડી ત્રણને, શેષ તિર્યંચ માનવા; દેવ નરને નારકીના, જીવ પંચેન્દ્રિય કહ્યા, એકાદિઇન્દ્રિય પંચ સુધીના, જીવ તિર્યંચો લહ્યા. (૧૮)
ભાવાર્થ : ઔપપાતિક જન્મવાળા દેવ અને નારક જીવો અને ગર્ભ જન્મવાળા મનુષ્ય એ ત્રણ સિવાયના બાકીના તિર્યંચ છે; દેવ, મનુષ્ય અને નારક એ દરેક પંચેન્દ્રિય જીવ છે. તે ઉપરાંત બાકીના જીવો એકેન્દ્રિય, બેઇંદ્રિય, ત્રિઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય તથા પંચેન્દ્રિય જીવો તિર્યંચ હોય છે. દેવ, નારક અને મનુષ્યના સ્થાન નિયત છે; એટલે તે લોકના નિયત ભાગમાં રહે છે. તિર્યંચનું સ્થાન નિયત નથી; તે લોકના સમગ્ર ભાગમાં હોય છે. ભવનપતિના દેવનું આયુષ્ય : સૂત્ર - સ્થિતિ પર
भवनेषु दक्षिणार्धाधिपतीनां पल्योपममध्यर्धम् ॥३०॥ शेषाणां पादोने ॥३१॥ असुरेन्द्रयोः सागरोपममधिकं च ॥३२॥