________________
તત્વાર્થાધિગમસૂત્ર
૯૯ ગઈતોય, તુષિત, અવ્યાબાધ, મરુત અને અરિષ્ઠ એ પ્રમાણે છે. વિજયઆદિ ચાર અનુત્તર વિમાનના દેવો દ્વિચરમા અને સર્વાર્થસિદ્ધિના દેવો એકાવતારી ગણાય છે.
ભાવાર્થઃ નવરૈવેયક પહેલાના બાર કલ્પ કલ્પોપપન્નદેવોના છે. જ્યાં ઇન્દ્ર સામાનિક, આદિ સ્વામી સેવક ભાવનો વ્યવહાર ચાલે છે તે કલ્પ છે. રૈવેયક અને તે ઉપરના દેવો કલ્પાતીત છે. ત્યાં સ્વામી સેવક ભાવનો વ્યવહાર નથી; પરંતુ ત્યાંના સર્વ દેવ સમાન હોવાથી અહમિન્દ્ર કહેવાય છે.
લોકાન્તિક દેવ જે બ્રહ્મલોકવાસી છે તે વિષયથી વિરક્ત હોવાથી દેવર્ષિ ગણાય છે, અને તે સ્વતંત્ર છે. તીર્થકરના દીક્ષા કાળનું વર્ષ બાકી રહેતાં “બોધ કરો” એ પ્રમાણે તીર્થકરને પ્રતિબોધ કરવાનો તેમનો આચાર છે. તે દરેક જાતિ (નવજાતિ) બ્રહ્મલોકની ચાર દિશા, વિદિશા અને મધ્યમાં રહે છે; ત્યાંથી નીકળી મનુષ્ય જન્મ પામી તે મોક્ષે જાય છે. ઈશાન ખૂણે સારસ્વત, પૂર્વમાં આદિત્ય, અગ્નિખૂણે અગ્નિ, દક્ષિણમાં અરુણ, નૈઋત્યમાં ગર્દતોય, પશ્ચિમમાં તુષિત, વાયવ્યમાં અવ્યાબાધ, ઉત્તરમાં મરુત અને મધ્યમાં અરિષ્ઠ એ લોક્રાંતિકની નવજાતિના નિવાસસ્થાન છે. અનુત્તર વિમાનના દેવોનું વર્ણન :
અનુત્તરના પાંચ વિમાન છે. (૧) વિજય, (૨) વૈજયન્ત, (૩) જયન્ત (૪) અપરાજિત અને (૫) સર્વાર્થસિદ્ધ. પહેલાં ચાર વિમાનવાસી દેવો દ્વિચરમ-બે મનુષ્યભવ પામી મોક્ષે જનારા હોય છે. આ વિમાનનું આયુષ્ય પૂર્ણ કરી મનુષ્ય જન્મ પામી તે આયુષ્ય પૂર્ણ કરી ફરી અનુત્તર વિમાનમાં જન્મી તે આયુષ્ય પૂર્ણ