________________
૧૫૭
તત્વાર્થાધિગમસૂત્ર આવશ્યક છે. તેમાં રસ પેદા કરવા દરેક વ્રતની પાંચ પાંચ ભાવના દર્શાવી છે : (૧) ઈય સમિતિ-સમ્યગરીતે ગમન આગમન કરવું. (૨) મનોગુપ્તિ-અનિષ્ટ વિચારને ત્યજવા. (૩) એષણાસમિતિ-બેતાલીશ દોષ રહિત આહારપાણી મેળવવા. (૪) આદાન નિક્ષેપ સમિતિ - સારી રીતે અવલોકન કરી, લે મૂક કરવી. (૫) આલોક્તિપાન ભોજન-આહાર-પાણી સારી રીતે જોઈ તપાસી લેવા. એ પાંચ અહિંસાવ્રતની ભાવના છે. (૧) અનુવીચિ ભાષણ-વિચાર- પૂર્વક બોલવું. (૨) ક્રોધ પ્રત્યાખ્યાન-ક્રોધનો ત્યાગ. (૩) લોભ પ્રત્યાખ્યાન-લોભનો ત્યાગ. (૪) નિર્ભયતા-ભયનો ત્યાગ અને (૫) હાસ્ય પ્રત્યાખ્યાન-હાસ્યનો ત્યાગ એ પાંચ સત્યવ્રતની ભાવના છે. (૧) અનુવીચિ અવગ્રહ યાચન-વિચારપૂર્વક જરૂરી અવગ્રહસ્થાનની યાચના કરવી. (૨) અભીક્ષ્ણ અવગ્રહ યાચન-તેવી રીતે વારંવાર યાચના કરવી. (૩) અવગ્રહાવધારણ-યાચના વખતે અવગ્રહનું પરિમાણ ધારી લેવું. (૪) સાધર્મિક પાસે અવગ્રહ યાચન-ઉચિત પ્રસંગે સહધર્મી પાસે અવગ્રહની માંગણી કરવી અને (૫) અનુજ્ઞાપિત પાન ભોજન-ગુરુની આજ્ઞાપૂર્વક અન્નપાન, ભોજન લાવવા અને તેમની અનુજ્ઞા મળ્યથી તેનો ઉપયોગ કરવો. એ પાંચ અચૌર્યવ્રતની ભાવના છે. (૧) સ્ત્રી, પશુ, નંપુસક આદિ સેવિત આસન શવ્યા આદિનો ત્યાગ. (૨) રાગપૂર્વક સ્ત્રી આદિના અંગે માંગ જોવાનો ત્યાગ. (૩) પૂર્વે અનુભવેલ રતિ વિલાસના સ્મરણનો ત્યાગ. (૪) વિકારજનક પદાર્થોનો ત્યાગ ને પ્રણિત રસભોજન વર્જન-કામોદ્દીપક રસપાનનો ત્યાગ અને (૫) મનોજ્ઞ રસભોજન વર્જન-કામોદ્દીપક રસપાનનો ત્યાગ અને (૫) મનોજ્ઞ અમનોજ્ઞ સ્પર્શ આદિ