________________
૧૫૬
તત્વાર્થાધિગમસૂત્ર हिंसादिष्विहामुत्र चापायावद्यदर्शनम् ॥४॥ दुःखमेव वा ॥५॥ मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि सत्त्वगुणाधिकक्लिश्यमानाविनेयेषु ॥६॥
जगत्कायस्वभावौ च संवेगवैराग्यार्थम् ॥७॥ અનુવાદ : તે તે વ્રતોની સ્થિરતામાં, ભાવના પાંચ પાંચ છે,
એમ ભાવનાઓ સર્વ મળતાં, પચ્ચીશ પૂરી થાય છે; હિંસાદિ દોષે નહિં અટકતા, જીવ ઈહભવ પરભવે, આપત્તિને અનિષ્ટતાના, દુઃખ ગણ સવિ અનુભવે. (૨) જગતના જીવમાત્રમાંહિ, ભાવના મૈત્રી ભલી; ગુણથી અધિકાં જીવ નિરખી, ઉલ્લાસભાવ પ્રમોદની; સંસાર દુઃખે તપ્ત જીવો : માંહિ કરુણા આણવી, અપાત્ર જડ અજ્ઞાનીજનમાં, મધ્યસ્થતા પીછાણવી. (૩) જગતના સ્વભાવ જાણી, આદરી સંવેગતા, ક્ષયવંત સર્વે ભાવ સમજી, આદરો વિરાગતા; સંવેગ ને વૈરાગ્ય સારુ, જગત્કાય સ્વભાવના, સ્વરૂપો વિચારી આત્મધ્યાને, રમતા મુનિ થઈ એકમના (૪)
અર્થ: દરેક વ્રતની સ્થિરતા માટે પાંચ પાંચ ભાવનાઓ છે. એમ પાંચ વ્રતની પચીશ ભાવના થાય છે. હિંસા આદિ દોષથી આભવ અને પરભવમાં આવી પડતી આપત્તિ અને અનિષ્ટનું દર્શન કરવું. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવના અનુક્રમે સર્વ જીવ પ્રતિ, અધિક ગુણી પ્રતિ, દુઃખી પ્રતિ અને અપાત્ર પ્રતિ ભાવવી. જગતની અને કાયાની ક્ષણભંગુરતાનો વિચાર કરી સંવેગ અને વૈરાગ્યનું ચિંતન કરવું.
ભાવાર્થઃ વ્રત આત્મામાં ઉતારવા વિવેકપૂર્વક પ્રવૃત્તિ