________________
% ગઈ નમ:
श्री तत्वार्थ सूत्रम्-सानुवादम्
સૂત્રકાર :-વાચકવર ઉમાસ્વાતિ ગણિ અનુવાદકાર : - મુનિ મહારાજ શ્રી રામવિજયજી
અનુવાદકારનું મંગલ
“હરિગીત છંદ” મંગલ :
સ્તંભનપતિ શ્રી રામાનંદન પાર્શ્વજિન વંદન કરું, દશ પૂર્વધર શ્રી ઉમાસ્વાતિ, પૂજ્ય વાચક અનુસરું; શ્રી વિજયનેમિસૂરીશ ચરણે, અમૃતપદ છે સુખકરું, તત્વાર્થસૂત્ર અનુવાદ રચતાં, રામ કહે મંગલ વરૂ. (૧)
અર્થ : સ્તંભતીર્થમાં (ખંભાતમાં) રહેલ વામાદેવીના પુત્ર શ્રી પાર્શ્વજિનને વંદન કરું છું. દશ પૂર્વઘર એવા શ્રી તત્વાર્થસૂત્રના રચયિતા પૂજ્ય વાચક ઉમાસ્વાતિને અનુસરું છું, શ્રી વિજયનેમિસૂરિના ચરણે સુખકર એવું અમૃતપદ છે તે મંગલ પ્રાપ્ત કરવાની શ્રી તત્ત્વાર્થસૂત્રનો કાવ્યાનુવાદ કરતાં “રામ” આશા રાખે છે. | ભાવાર્થ : ખંભાતમાં રહેલ શ્રી સ્તંભન પાર્શ્વનાથને વંદન કરી સૂત્રકાર શ્રી ઉમાસ્વાતિનું સ્મરણ કરી અનુવાદકાર મુનિ રામવિજયજી પોતાના પ્રગુરુ શ્રી વિજયનેમિસૂરિ તથા ગુરુ શ્રી વિજયઅમૃતસૂરિનું સ્મરણ કરી કાવ્યાનુવાદ શરૂ કરે છે.