________________
૩૯
તત્વાર્થાધિગમસૂત્ર ભેદ એ આત્માના ઉપલક્ષણ-સાધારણ ધર્મો છે. માત્ર ઉપયોગ એ એક જ લક્ષણ છે. '
ઉપયોગ બે પ્રકારના છે. (૧) સાકાર-જ્ઞાનોપયોગ અને (૨) નિરાકાર-દર્શનોપયોગ. વિશેષરૂપે જાણવાની પ્રવૃત્તિ તે સાકાર ઉપયોગ છે; અને સામાન્યરૂપે જાણવાની પ્રવૃત્તિ તે નિરાકાર ઉપયોગ છે. સાકાર ઉપયોગના આઠ ભેદ છે. (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન, (૫) કેવળજ્ઞાન, (૬) મતિઅજ્ઞાન, (૭) ડ્યુઅજ્ઞાન અને (૮) વિર્ભાગજ્ઞાન. નિરાકાર ઉપયોગના ચાર ભેદ છે: (૧) ચક્ષુદર્શન, (૨) અચલુર્દર્શન, (૩) અવવિર્દર્શન અને (૪) કેવલદર્શન.
જીવોમાં ચેતનશક્તિ હોવા છતાં તેમાં તરતમતા હોય છે; તરતમતા હોવાનું કારણ વિષયભેદ, ઇંદ્રિય આદિ સાધનભેદ, દેશ-કાળભેદ આદિ બાહ્ય સામગ્રી અને આવરણની તરતમતારૂપ આંતરિક સામગ્રી છે.
કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે પૂર્ણ વિકસિત ચેતન શક્તિનું કાર્ય છે; બાકીના અપૂર્ણ વિકસિત ચેતન શક્તિના કાર્ય છે. ગ્રાહ્યણેય વિષયની દ્વિરૂપતાના કારણે ઉપયોગના સામાન્ય અને વિશેષ એ બે પ્રકાર પડે છે.
પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનનું સ્વરૂપ અધ્યાય પહેલામાં દર્શાવ્યું છે. નેત્રજન્ય સામાન્યબોધ તે ચક્ષુર્દર્શન છે. નેત્ર સિવાયની ઇન્દ્રિયો દ્વારા થતો સામાન્યબોધ તે અચક્ષુર્દર્શન છે. અવધિશક્તિના પરિણામે થતું રૂપી પદાર્થોનું સામાન્યજ્ઞાન તે અવધિઈર્શન છે. કેવળશક્તિના પરિણામે થતું સમસ્ત પદાર્થોનું સામાન્યજ્ઞાન તે કેવળદર્શન છે. મન:પર્યાય દર્શન નથી; કારણ કે તેના દ્વારા સીધું વિશેષ જ્ઞાન થાય છે.