________________
૩૮
તત્વાથધિગમસૂત્ર ઉપયોગ લક્ષણ જીવનું બે ભેદ તેના ઉપયોગના) જાણવા, સાકાર, નિરાકાર, તેમાં આઠ (ભેદ) છે સાકારના નિરાકારના છે ચાર ભેદો તે ભાવવા બહુ ભાવથી,
ભવિ ભવ્ય ભાવે બને નિરાકારી તે નિશ્ચય થકી. (૭) જીવનું અસાધારણ લક્ષણ : ----
અર્થ : ઉપયોગ એ જીવનું લક્ષણ છે, તેના બે ભેદ છે : (૧) સાકાર અને (૨) નિરાકાર. સાકાર ઉપયોગના આઠ અને નિરાકાર ઉપયોગના ચાર ભેદ છે. ભવ્ય જીવ ભવ્યભાવે નિશ્ચયથી નિરાકારી બને છે. - ભાવાર્થ જીવ એ અનાદિસિદ્ધિ સ્વતંત્ર દ્રવ્ય છે. ઉપયોગ એ તેનું લક્ષણ છે. જીવ અરૂપી હોવાથી તેનું જ્ઞાન ઇંદ્રિયો આદિ દ્વારા થઈ શકતું નથી, પરંતુ સ્વસંવેદન, પ્રત્યક્ષ તથા અનુમાન પ્રમાણ આદિથી તેનું જ્ઞાન થઈ શકે છે. આત્મા જોય છે અને ઉપયોગ એ જાણવાનો ઉપાય છે. વિશ્વ એ જડ અને ચેતન એ બેનું મિશ્રણ છે; તેમાંથી જડ અને ચેતનનો વિવેકપૂર્વક નિશ્ચય કરવાનું સાધન એ ઉપયોગ છે. ન્યૂનાધિક ઉપયોગ સર્વજીવોમાં અવશ્ય હોય છે; કારણ કે ઉપયોગ જેમાં નથી તે જડ-અજીવ છે.
આત્મામાં અનંત ગુણપર્યાયો છે, તેમાં ઉપયોગ એ અસાધારણ ગુણ છે. ઉપયોગ એ બોધરૂપ પ્રવૃત્તિ છે અને તેનું કારણ એ આત્માની ચેતનશક્તિ છે. ઉપયોગ દ્વારા સ્વ અને પર પર્યાયોનું જ્ઞાન થાય છે, તે અસાધારણ ધર્મ છે કે જે સંસારી અને મુક્ત એ બંને પ્રકારના જીવોને સમાન રીતે લાગુ પડે છે. બીજા ગુણપર્યાય એ સાધારણ ધર્મો છે; કે જે કોઈ વખતે કોઈ એકમાં હોઈ શકે છે અને કોઈ એકમાં હોતા નથી.
પાંચ ભાવના ત્રેપન પ્રભેદમાં ઉપયોગ સિવાયના બાવન