________________
તત્વાર્થાધિગમસૂત્ર
૮૫
દેવીઓને ત્યાં ગમન આગમન કરવાની જરૂર રહેતી નથી. નીચે નીચેના દેવો કરતાં ઉપર ઉપરના દેવોની વિષયવાસના મંદ મંદતર થતી જતી હોવાથી તેમનું સંતોષ સુખ અધિક અધિકતર હોય છે. બારમા કલ્પથી આગળના કલ્પાતીત દેવોની વિષયવાસના શાંત હોવાથી સંતોષ સુખમાં તેઓ નિરંતર મગ્ન રહે છે.
ભવનપતિ દેવના ભેદો
w
સૂત્ર: - મવનવાસિનોપુર-ના-વિદ્યુત્-સુપf-fન-વાતસ્વનિતો વધિ-દ્વીપ-વિભ્રમઃ III
અનુવાદ : ભવનપતિના દેવ દવિધ, નામથી ગણના કરું, અસુર, નાગ, વિદ્યુત્ સાથે, સુપર્ણ અગ્નિ દિલધરું; વાત, સ્તુનિત, ઉદધિ, દ્વીપ, દિશા, શબ્દ લહી કરી. કુમાર શબ્દને સાથે જોડી, થાય દશવિધ ચિત્તધરી. (૭) અર્થ: ભવનપતિના દશ પ્રકાર છે : (૧) અસુર, (૨) નાગ, (૩) વિદ્યુત, (૪) સુપર્ણ, (૫) અગ્નિ, (૬) વાત, (૭) સ્તનિત, (૮) ઉદધિ, (૯) દ્વીપ, (૧૦) દિક્, ભવનપતિના દેવો કુમાર કહેવાય છે.
ભાવાર્થ : મેરુ પર્વતની નીચે તેની દક્ષિણ અને ઉત્તરમાં તિરછા અસંખ્યાત કોટી કોટી લાખ યોજન સુધી દસ પ્રકારના ભવનપતિ વસે છે. તેઓ મનોહર, સુકુમાર, મૃદુ, મધુર, ગતિશીલ અને ક્રીડાશીલ હોવાથી કુમાર કહેવાય છે.
(૧) અસુરકુમારને ચૂડામણિનું. (૨) નાગકુમારને નાગનું (૩) વિદ્યુતકુમારને વજ્રનું (૪) સુપર્ણકુમારને ગરુડનું (૫) અગ્નિ કુમારને ઘડાનું (૬) વાતકુમારને અશ્વનું (૭) સ્તનિતકુમારને વર્ધમાનનું. (૮) ઉદધિકુમારને મગરનું.