________________
૮૪
| તત્વાર્થાધિગમસૂત્ર અનુવાદ : ઈશાન કલ્પ સુધી સવિએ, કાયાપ્રવીચારી કહ્યા, વિષયસુખમાં રક્ત સેવે, ભોગ સર્વે ગહગહ્યા
સ્પર્શસેવી, રૂપસેવી, શબ્દને વળી મનતણા, દેવ બબ્બે અગ્રઅગ્રે; ભોગ ધરતા એકમના. (૫) કલ્પધારી દેવલોકે, વિવિધ વિષયો સાંભળી, અધ્યાય ચોથે મનપ્રમોદે, સૂત્ર રચના મેં કળી; દેવ કલ્પાતીત સર્વે વિષય તજતા સ્થિર રહી, પ્રવીચાર શબ્દ વિષય સમજી, વાણી કણે ગ્રહી. (૬)
અર્થ : પ્રવીચાર શબ્દથી વિષયસુખ સમજવાનું છે. કલ્પોપપનના બીજા કલ્પ-ઈશાનકલ્પ સુધીના દેવો કાયપ્રવીચારી છે; પછી બે બે કલ્પ અનુક્રમે સ્પર્શસેવી, રૂપસેવી, શબ્દસેવી અને મનસેવી છે, કલ્પાતીત દેવો સમભાવમાં રાહી વિષયસુખ તજી દે છે.
ભાવાર્થ : ભવનપતિ, વ્યંતર અને વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકમાંના સૌધર્મ અને ઈશાન એ બે કલ્પ સુધીના દેવો મનુષ્ય માફક દેહથી વિષયસુખ ભોગવે છે. તે પછીના દેવા માટે તેમ નથી. ત્રીજા અને ચોથા કલ્પના દેવો સ્પર્શ માત્રથી, પાંચમા અને છઠ્ઠા કલ્પના દેવો માત્ર રૂપદર્શનથી, સાતમા અને આઠમા કલ્પના દેવો, અલંકારના શબ્દ માત્રથી, અને પછીના નવથી બારમા કલ્પના દેવો સંકલ્પમાત્રથી વિષયસુખની તૃપ્તિ પામે છે, દેવીઓની હયાતી બીજા કલ્પ ઈશાન સુધી છે; ત્યાંથી આગળ નથી. દેવીઓની ગતિ માત્ર આઠમાં કલ્પ સુધી છે; એટલે ત્રીજાથી આઠમા કલ્પના દેવોની ઇચ્છાનુસાર તેઓ આદરથી ત્યાં જઈ સ્પર્શ, રૂપ અને શબ્દ દ્વારા તેમને તૃપ્તિ આપે છે. નવમાથી બારમા કલ્પના દેવો દેવીના ચિંતન માત્રથી તૃપ્તિ પામે છે. એટલે