________________
તત્વાર્થાધિગમસૂત્ર પરંતુ જાતિની અપેક્ષાએ માત્ર બે ઇન્દ્ર ગણ્યા છે. વૈમાનિક નિકાયના દરેક કલ્પનો એક એક ઈન્દ્ર છે. પહેલા બે નિકાયના દેવોના દેહના વર્ણ કૃષ્ણ, નીલ, કાપોત અને પતિ સુધીના છે. - ભાવાર્થ : (૧) દેવોના સ્વામી તે ઈન્દ્ર છે. (૨) આયુષ્ય આદિમાં ઈન્દ્ર સમાન અને પિતા ગુરુ અને અમાત્યની માફક પૂજ્ય તે સામાનિક છે. (૩) મંત્રી યા પુરોહિતનું કાર્ય કરનાર તે ત્રાયસિંશ છે. (૪) પરિષદમાં બેસી મિત્રની ફરજ બજાવનાર તે પારિષદ્ય છે, (૫) ઈન્દ્રનું રક્ષણ કરનાર તે આત્મરક્ષક છે. (૬) દેવલોકની સરહદનું રક્ષણ કરનાર તે લોકપાલ છે. (૭) સેનાની કે સેનાધિપતિ તે અનીક છે, (૮) દેશ યા નગરવાસી પ્રજાજન તે પ્રકીર્ણ છે. (૯) સેવક તરીકે કાર્ય કરનાર તે અભિયોગિક છે. (૧૦) અંત્યજ-માફક સ્વચ્છતાનું કાર્ય કરનાર કિલ્બિષક છે. આ દશ પ્રકારના દેવો-ભવનપતિ અને વૈમાનિક નિકાયમાં હોય છે; ત્રાયન્ટિંશ અને લોકપાલ એ બે સિવાય બાકીના આઠ પ્રકારના દેવો વ્યતર અને જ્યોતિષ્ક નિકાયમાં હોય છે.
ભવનપતિ અને વ્યંતર તેમજ વાણવ્યંતર એ બે નિકાયના વર્ણ પીત, પદ્ધ અને શુક્લ એ ત્રણ પ્રકારમાંના ગમે તે જુદા જુદા પ્રકારના હોય છે. (૧) કૃષ્ણ, (૨) નીલ, (૩) સફેદ, (૪) પીત-તેજ (૫) પદ્મ-લાલ એ પાંચ જુદા જુદા વર્ણ વૈમાનિક દેવોના અને જ્યોતિષ્ક નિકાયના દેવોના વર્ણ પીત હોય છે. વિષયસુખ : सूत्र - कायप्रवीचारा आ .. ऐशानात् ॥८॥
शेषाः स्पर्शरूपशब्दमनःप्रवीचारा द्वयोर्द्वयोः ॥९॥ પwવી વાર: ૨૦.